GSTV
Home » News » ઝૂક્યાં ભણસાલી, જીત્યાં રાજપૂત : ફિલ્મ જોયા બાદ કરણી સેનાએ આપી આ પ્રતિક્રિયા

ઝૂક્યાં ભણસાલી, જીત્યાં રાજપૂત : ફિલ્મ જોયા બાદ કરણી સેનાએ આપી આ પ્રતિક્રિયા

છેલ્લાં કેટલાંય સમયથી ભારે વિરોધની વચ્ચે આખરે ‘પદ્મવાત’ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતાં. આ વિરોધ દરમ્યાન ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ કરણી સેનાને ફિલ્મ રિલીઝ પહેલાં ફિલ્મને જોવાનું આમંત્રણ આપ્યું હતું.

Movie Review : ખિલજી નહીં, પરંતુ રાજપૂતોના પરાક્રમને બતાવવામાં આવ્યું છે ‘પદ્માવત’માં

આ ફિલ્મને જોયા બાદ કરણી સેનાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પહેલાં કરતાં ફિલ્મમાં ઘણાં દ્રશ્યો કાપી દેવામાં આવ્યાં છે અને ઇતિહાસની દ્રષ્ટિએ જે દ્રશ્યો કપાવવા જોઈતા હતાં તે કાપવામાં આવ્યાં છે. જેથી હવે રાજપૂતો આગળ આંદોલનો કરવાની જરૂર નથી તેમ કરણી સેનાના આગેવાનોએ જણાવ્યાં હતાં.

કરણી સેનાના આગેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ઘૂમર ગીતમાં હવે પુરુષો જોવા મળતાં નથી. તેમ જ પદ્માવતી તરીકે દેખાતી દિપીકા પાદુકોણના પેટનો ભાગ પણ ગીતમાં દેખાતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મોટા ભાગના દ્રશ્યો અને વાતો જેમના પર અમારો વિરોધ હતો તેના પર ફિલ્મમાં કામ કરવામાં આવ્યું છે અને તેનાથી હવે કોઈ પણ આપત્તિ નથી.

કરણી સેનાએ વિરોધ પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે માત્ર અમારા વિરોધના કારણે ભણસાલી ઝૂક્યાં અને આ પ્રકારના બદલાવ કરવામાં આવ્યાં હતાં. જેથી આ વિરોધ પ્રદર્શનો કરવાની અમને ફરજ પાડવામાં આવી હતી.

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

Kaushik Bavishi

આરએસએસને છેલ્લાં 90 વર્ષથી નિશાન બનાવાય છે : મોહન ભાગવત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!