GSTV
Home » News » અહીં દેડકાના કરાવાયા લગ્ન, કાર્ડ છાપીને લોકોને અપાયુ આમંત્રણ

અહીં દેડકાના કરાવાયા લગ્ન, કાર્ડ છાપીને લોકોને અપાયુ આમંત્રણ

દેશમાં ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે લોકો સંભવ દરેક પ્રયાસો કરે છે. પરંતુ ગરમી દિવસેને દિવસે વધતી રહે છે. જેને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘણી જગ્યાઓ ઉપર પૂજા-પાઠ કરાવવામાં આવે છે.

એવું જ મામલ કર્ણાટકમાં જોવા મળ્યો છે, જેણે બધાને આશ્વર્યમાં પાડી દીધા છે. હકીકતમાં અહીં વરૂણ દેવને પ્રસન્ન કરવા માટે અને વરસાદ લાવવા માટે ઉડ્ડીપીમાં બે દેડકાઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ઉડ્ડીપી નાગરિક સમિતિ અને પંચરત્ન સેવા ટ્રસ્ટની એક હોટલમાં આ લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ અનોખા લગ્ન બાદ ઉડ્ડીપીના કલસંકાના દેડકા “વરૂણ” અને કિલંજીની કોલાલાગિરિની દેડકી “વર્ષા”ને પતિ-પત્ની જાહેર કરાયા હતા. આ વિવાહ કરાવનારા ન્યાસનાં મહાસચિવ નિત્યાનંદ ઓલાકૂડે જણાવ્યુ હતુકે, માનડૂકા કલ્યાણોત્સવનું આયોજન વરસાદ કરાવતા દેવતાને પ્રસન્ન કરવા માટે કરાયુ છે. ‘

ઉડ્ડીપી જીલ્લામાં લાંબા સમયથી વરસાદ થયો નથી.અને આ ક્ષેત્ર પાણીની કમીને કારણે સંકટો સામે ઝઝૂમી રહ્યો છે. દેડકાના લગ્નની પુરી પ્રક્રિયા પણ પુરી રસપ્રદ હતી.

આયોજક ચાર દેડકા લઈને મનિપાલના જીવવિજ્ઞાન વિભાગમાં પહોંચ્યા હતા. જીવ વિજ્ઞાનીએ તેમાની નર અને માદા દેડકાની ઓળખ કરી હતી.

ત્યારબાદ બંનેને વિવાહ માટે અલગ અલગ હોટલમાં લઈ જવાયા હતા. લોકોએ તેમની આરતી ઉતારી હતી. માદા દેડકાને ઘરેણા પહેરાવાયા હતા. લગ્ન માટે કાર્ડ છાપવામાં આવ્યા હતા અને લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!