GSTV
Home » News » કર્ણાટકના 17 બળવાખોર ધારાસભ્યો ચૂંટણી લડવાને લાયક, હવે ભાજપ ટિકિટ આપશે કે નહીં ?

કર્ણાટકના 17 બળવાખોર ધારાસભ્યો ચૂંટણી લડવાને લાયક, હવે ભાજપ ટિકિટ આપશે કે નહીં ?

સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટકના કોંગ્રેસ-જેડીએસના ૧૭ ધારાસભ્યોની અયોગ્યતા રદ કરવાનો ઇનકાર કર્યો છે પણ તેમને પેટા ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. આ સાથે જ આ ધારાસભ્યો પાંચ ડિસેમ્બરે યોજાનારી ૧૫ બેઠકોની પેટાચૂંટણી લડી શકશે. આ ચુકાદા પછી સૌની નજર ભાજપ પર છે કે તે પેટા ચૂંટણીમાં આ બળવાખોર ધારાસભ્યોને ટિકિટ આપે છે કે નહીં. નાયબ મુખ્યપ્રધાન સી એન એશવાથનારાયણે જણાવ્યું છે કે ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યો આવતીકાલે ભાજપમાં જોડાશે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો આ બળવાખોર ધારાસભ્યો ચૂંટણી જીતી જાય તો તે પ્રધાન પણ બની શકે છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ ચુકાદાનું સ્વાગત કર્યુ છે અને જણાવ્યું છે કે આ ચુકાદો રમેશકુમાર અને સિદ્ધારમેયાના કાવતરાની વિરુદ્ધ છે. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું છે કે આ ચુકાદાથી સાબિત થાય છે કે રાજ્યની ભાજપ નેતૃત્ત્વવાળી સરકાર ગેરકાયદેસર છે અને તેને બરતરફ કરવામાં આવે.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ ગુન્ડુ રાવે જણાવ્યું છે કે ભાજપમાં કોઇ પણ નૈતિકતા બાકી હોય તો તેણે આ બળવાખોર ધારાસભ્યોને ટિકિટ ન આપવી જોઇએ. અયોગ્યતાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કે આર રમેશકુમારના એ આદેશને પણ ફગાવી દીધો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ધારાસભ્યો ૧૫મી કર્ણાટક વિધાનસભાની ટર્મ પૂર્ણ ન થાય એટલે કે ૨૦૨૩ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

ન્યાયમૂર્તિ એન વી રમાના, ન્યાયમૂર્તિ સંજિવ ખન્ના અને ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારીની ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણના દસમાં શિડયુલ અનુસાર વિધાનસભા અધ્યક્ષ પાસે એ સત્તા નથી કે તે ધારાસભ્યોને કેટલાક સમય માટે અયોગ્ય ઠેરવવા તે નક્કી કરે. ખંડપીઠે ૧૦૯ પાનાના ચુકાદામાં જણાવ્યું છે કે તાજેતરના સમયમાં એવા કેસો વાૃધી રહ્યાં છે જેમાં વિધાનસભા સ્પીકર બંધારણની વિરુદ્ધ ચુકાદા આપી રહ્યાં છે. વિધાનસભા અધ્યક્ષ નિષ્પક્ષ અને સ્વતંત્ર હોવા જોઇએ. કોર્ટે આ કેસને લાર્જર બેન્ચને સોંપવાનો પણ ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે ક તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશકુમારે જુલાઇમાં વિશ્વાસ મત અગાઉ કોંગ્રેસ-જેડીએસના ૧૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતાં. વિશ્વાસ મત હારી જવાને કારણે તત્કાલીન મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેના કારણે બી એસ યેદિયુરપ્પાના નેતૃત્ત્વમાં ભાજપ નેતૃત્ત્વવાળી સરકાર રચાઇ હતી.

અયોગ્ય ઠેરવવામાં આવેલા ૧૭ ધારાસભ્યોમાં કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો પ્રતાપ ગોવડા પાટીલ, બી સી પાટીલ, શિવરામ હેબર, એસ ટી સોમશેખર, બેરાતી બાસવારાજ, આનંદ સિંહ, આર રોશન બેગ, એન મુનિરાથના, કે સુધાક, એમટીબી નાગરાજ, શ્રીમંત પાટીલ, રમેશ જારકીહોલી, મહેશ કુમાતલ્લી અનેઆર શંકરનો સમાવેશ થાય છે. જ્યારે જેડી(એસ)ના કે ગોપાલેહ, એ એચ વિશ્વનાથ અને કે સી નારાયણ ગોવડાનો સમાવેશ થાય છે. ૧૭ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાને કારણે ખાલી પડેલી વિધાનસભાની ૧૭ બેઠકો પૈકી ૧૫ બેઠકોની પેટા ચૂંટણી પાંચ ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!