GSTV

સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ધારાસભ્યો મુદ્દે વચગાળાનો નિર્ણય લઈ સ્પીકરને જવાબદારી સોંપી દીધી

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચુકાદો આપ્યો. કોર્ટે જણાવ્યુ કે, રાજીનામા અંગે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે નિર્ણય લેવાનો રહેશે અને આ નિર્ણય નિયમ મુજબ લેવાનો રહેશે. આ ઉપરાંત કોર્ટે કહ્યુ કે, બળવાખોર ધારાસભ્યો વિધાનસભાના સત્રમાં હાજર રહી શકે છે.

કોર્ટે કહ્યુ કે, સ્પીકરના આદેશની એક કોપી અમને પણ સોંપવામાં આવે અને ધારાસભ્યોને વિશ્વાસમત દરમ્યાન વિધાનસભામાં હાજર રહેલા દબાણ ન લાવી શકાય. અમારૂ કામ બંધારણીય સંતુલન જાળવી રાખવાનું છે. કોર્ટના આદેશ બાદ આવતી કાલે કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારની અગ્નિપરીક્ષા થવાની છે.

વિધાનસભામાં વિશ્વાસમત અંગે ચર્ચા કરવામાં આવશે. જે બાદ વિશ્વાસ મત અંગે ચર્ચા કરવામાં આવશે. જે બાદ કર્ણાટકમાં કોની સરકાર રહેશે અને કોની વિદાય થશે તે નક્કી થવાનું છે.

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુપ્રીમે આપેલા વચગાળાના ચુકાદા બાદ કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ પ્રતિક્રયા આપી. તેમણે જણાવ્યુ કે, કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર બચવાની નથી. કેમ કે, વિધાનસભામાં કુમારસ્વામી પાસે સંખ્યાબળ નથી. આવતી કાલે વિધાનસભામાં સંખ્યાબળ સાબિત કરવા કુમારસ્વામી સામે મોટો પડકાર છે.

Read Also

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!