GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

ભારતભરમાં હાલ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તો દેશમાં કુલ સંક્રમિતોની આંકડો 1.58 લાખની ઉપર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4 હજાર 531 લોકોના કોરોનાથી મોત નિપજી ચુક્યા છે. દેશમાં લોકડાઉન-4 હેઠળ મોટાભાગના વેપાર, બસો, ટ્રેનો, ઉડ્ડયન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છો, ત્યારે કર્ણાટક સરકારે આજે મહત્વનો નિર્ણય લઈ પાંચ રાજ્યોની ટ્રેનો, ફ્લાઈટો, વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.

રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો

સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય કર્ણાટક સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ટ્રેનો, ફ્લાઈટો, વાહનોને તેના રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કર્ણાટક સરકારે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લીધો છે. કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ ઉલ્લેખનિય છે કે, આજે કર્ણાટકમાં કોરોરોના વાયરસના વધુ 115 દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2533 પર પહોંચી ગઈ છે, જ્યારે સક્રિય કેસોની કુલ સંખ્યા 1650 છે.

Corona

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 834 દર્દીઓ સ્વસ્થ

આજે રાજ્યમાં વધુ 53 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 834 દર્દીઓ સ્વસ્થ થયા છે. કર્ણાટકમાં અત્ચાર સુધીમાં કુલ 47 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. કર્ણાટકમાં એરપોર્ટ પર સ્ક્રિનિંગ, રાજ્યમાં કોરોના ટેસ્ટનું કામ પુરજોશમાં રાજ્યમાં એરપોર્ટ પર પણ મુસાફરોનું સ્ક્રિનિંગ સતત ચાલી રહ્યું છે.

કેસ

રાજ્યના એરપોર્ટો પર કુલ 137 મુસાફરોના સ્ક્રિનિંગ કરાયા

આજે રાજ્યના એરપોર્ટો પર કુલ 137 મુસાફરોના સ્ક્રિનિંગ કરાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1.45 લાખથી વધુ મુસાફરોના સ્ક્રિનિગ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં 10 હજારથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2.52 લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે.

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!