GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

કર્ણાટકમાં ભારે વરસાદ બાદ 15 જિલ્લામાં ભયંકર પૂર, અત્યાર સુધીમાં 9 બાળકોના મોત

કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાટકના કોડગુ, ધારવાડ, મેંગલુરૂ, હસન, બેલાગવી, મૈસૂર અને ઉડુપ્પીમાં પૂર આવ્યુ છે. જેથી શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદના કારણે કર્ણાટકના કુલ 15 જિલ્લા એવા છે જ્યાં પૂરની સ્થિતિ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નવ જેટલા લોકોના મોત થયા છે.

કૃષ્ણા અને તેની સહાયક નદી ખતરાના નિશાન પરથી વહી રહી છે..આ સાથે રાજ્યમાં રેલવે અને સડક વ્યવહારને પણ અસર થઈ છે. રાજ્યમાં એનડીઆરએફ દ્વારા 16 હજાર 875 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમને 272 રાહત કેમ્પમાં લઈ જવાયા છે. જ્યારે રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવાના આદેશ આપ્યા છે.

મધ્યપ્રદેશના મંદસૌરમાં ધોધમાર વરસાદ

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે. શહેરમાં વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તાર બાદ હોસ્પિટલમાં પણ પાણી ભરાતા સારવાર માટે આવતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મંદસૌરના મલ્હારગઢ સહિતના પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે મંદસૌર પાસથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

સાંગલીમાં અનરાધાર

મહારાષ્ટ્રના સાંગલીમાં અનરાધાર વરસાદથી પૂર આવ્યુ છે. સાંગલીના અનેક વિસ્તાર એવા છે જ્યા બેથી સાત ફૂટ સુધી પાણી ભરાયા છે. ભીષણ પૂર બાદ એનડીઆરએફ મદદ લેવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો હજી પણ પૂરમાં ફસાયા છે. એનડીઆરએફ બાદ સેનાને પણ પૂરમાં ઉતારવામાં આવી છે.

READ ALSO

Related posts

Global Real Estate Transparency Indexમાં ભારતના સ્થાનમાં સુધારો, 2014માં 39 અને 2018માં હતું 35માં સ્થાને

pratik shah

દીપિકા પાદુકોણનો નવો માઇલસ્ટોન, ઇન્સ્ટાગ્રામ પર થયાં 5 કરોડ ફોલોઅર્સ

Bansari

મ્યુનિ. તંત્ર પર જીવલેણ વાયરસનો કહેર, વહીવટી તંત્રનાં ટેક્સ કલેક્ટર સહિત અન્ય એક અધિકારી સંક્રમિત,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!