કર્ણાટકમાં ઠંડીના માહોલ વચ્ચે પણ રાજકીય માહોલમાં ગરમી જોવા મળી હતી. વાત એ હતી કે સાંસદ પીસી મોહન અને તેજસ્વી સૂર્ય ઉપરાંત ધારાસભ્ય ઉદય ગરુડહર સહિત ભાજપના કેટલાક નેતાઓ રક્તદાન શિબિરમાં કર્ણાટકના નામચીન ગુનેગાર સુનિલ સાથે જોવા મળ્યા હતા. કોંગ્રેસે આ બાબતને ટાર્ગેટ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના એક પછી એક કાર્યકર અને મંત્રીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાયરલ કરી હતી. સત્તારૂઢ ભાજપ પર ગુનેગારો સાથે સંબંધ રાખવાના આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ રાજ્યના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રને સવાલ કર્યા હતા કે શું તેમણે પોલીસને કોઈ કાર્યવાહી કરવાથી રોકી છે. જ્યારે ભાજપ જ ગુનેગારો સાથે સંબંધ રાખશે ત્યારે અપરાધ કેવી રીતે ઓછા થઈ શકશે અને કેવી રીતે અપરાધીઓને સજા મળી શકશે. તમારા વિભાગમાં અપરાધીઓને પકડવાની ક્ષમતા નથી કે તમે પોતે જ પોલીસને રોકી રાખી છે.
આ સંબંધે ગૃહ મંત્રીને સવાલ કરાતા ગૃહ મંત્રીએ જવાબ આપ્યો હતો કે તેઓને આ બાબતની કોઈ જાણકારી નથી તેઓ માહિતી એકઠી કરીને પ્રતિક્રિયા આપશે. જોકે સાંસદ પીસી મોહને આ બાબતનું દુઃખ જણાવી કહ્યું હતું કે હું માત્ર રક્તદાન શિબિરમાં ગયો હતો. જ્યારે મને જાણ થઈ કે સુનીલ સાથે મંચ શેર કરવાનું છે ત્યારે મને દુઃખ થયું હતું. મને અને તેજસ્વીને આ વાતનો પસ્તાવો પણ છે
Also Read
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર