GSTV
Home » News » કર્ણાટક મામલે SCમાં સુનાવણી શરૂ, CJIએ ધારાસભ્યોને પુછ્યું- રાજીનામું કઈ તારીખે આપ્યું હતું?

કર્ણાટક મામલે SCમાં સુનાવણી શરૂ, CJIએ ધારાસભ્યોને પુછ્યું- રાજીનામું કઈ તારીખે આપ્યું હતું?

sc rejects vvpat

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુનાવણી કરવામાં આવી. કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ કે, સ્પીકર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારતા નથી. સીજેઆઈએ કોર્ટમાં ધારાસભ્યોના રાજીનામાની તારીખ પુછી. તેના જવાબમાં મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યોએ 6 જુલાઈએ રાજીનામાં આપ્યા. તેમ છતા તેમને અયોગ્યા ગણાવીને સ્વિકારવામાં આવતા નથી.

મહત્વનું છે કે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યની અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. ધારાસભ્યોની અરજી અંગે ગત સુનાવણીમાં સુપ્રીમે જણાવ્યું હતું કે,  કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર મંગળવાર સુધી ધારાસભ્યોના રાજીનામ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય ન લે.

કોર્ટમાં ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, એક લાઈનના રાજીનામામાં સ્પીકર શું અધ્યયન કરી રહ્યા છે. સ્પીકર રાજીનામાનો સ્વિકાર કરવાના બદલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

sc rejects vvpat

કોર્ટમાં સીજેઆઈઆઈએ બન્ને પક્ષની દલીલ સાભળ્યા બાદ જણાવ્યુ હતુ કે, સ્પીકર અમારી ઓથોરિટીને ચેલેન્જ આપી રહ્યા છે.

  • સુપ્રીમમાં બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે આજે સુનાવણી
  • સ્પીકરે રાજીનામું ન સ્વિકારતા કરાઈ છે સુપ્રીમમાં અરજી
  • કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારના ભાવિનો ફેંસલો

18 જુલાઈએ કર્ણાટકમાં કુમારસ્વામી સરકારની અગ્નિપરીક્ષા

કર્ણાટકના રાજકીય ઘમાસાણ વચ્ચે 18મી જુલાઈએ કર્ણાટકમાં કુમારસ્વામી સરકારની અગ્નિપરીક્ષા થવાની છે. કેમ કે, 18મી જુલાઈએ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા થશે. જે બાદ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મતદાન કરવામાં આવશે. ત્યારે શુક્રવારે વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ જણાવ્યુ હતુ કે, અને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે તૈયાર છીએ.

રાજ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તે બાદ હુ બહુમતી સાબિત કરવા માટે તૈયાર છુ. મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકમાં  અત્યાર સુધીમાં 16થી વધારે ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. જે બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. 

Read Also

Related posts

ધારાસભ્યોને ગુમાવવાનો ડર, ઝડપથી સરકાર બનાવવા ઈચ્છે છે કોંગ્રેસ, શિવસેના, એનસીપી

Kaushik Bavishi

વિશ્વના 130 દેશના 11 હજાર વૈજ્ઞાનિકોએ કહ્યું, ધરતી એક મોટા સંકટમાં છે

Nilesh Jethva

જેએનયુની પૂર્વ વિદ્યાર્થિની અને છાત્ર સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદની ધરપકડ માટે નોટિસ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!