GSTV
Home » News » આજે દોઢ વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે ‘કુમાર’ કર્ણાટકના ‘સ્વામી’ રહેશે કે નહીં

આજે દોઢ વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે ‘કુમાર’ કર્ણાટકના ‘સ્વામી’ રહેશે કે નહીં

કર્ણાટકમાં આજે મુખ્યપ્રધાન કુમારસ્વામીની અગ્નિપરીક્ષા થવાની છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ-જેડીએસ સરકારના મુખ્યપ્રધાન કુમારસ્વામીને પત્ર લખીને બપોરે દોઢ વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા નિર્દેશ કર્યો છે. તો કોંગ્રેસ અને ભાજપે બંનેએ બહુમત પરીક્ષણ અને વ્હીપને લઈ સુપ્રીમ કોર્ટ જવાની જાહેરાત કરી છે.

આ પહેલા ગઠબંધનના 16 ધારાસભ્યોના રાજીનામાને પગલે કુમારસ્વામીની 14 મહિના જૂની સરકાર સંકટમાં આવી ગઈ છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. બહુમત માટે કોંગ્રેસ-જેડીએસ અથવા ભાજપને 102 ધારાસભ્યો જોઈએ.

કુમારસ્વામીએ કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા આપવાના ભ્રમની સ્થિતિ બીની ગઈ છે. પરંતુ સરકાર બહુમતમાં છે. ત્યારે યેદિયુરપ્પાએ એક જ દિવસમાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગની માગ કરી હતી. કુમારસ્વામી સમર્થક ધારાસભ્યોની સંખ્યા ઘટીને 98 થઈ ગઈ છે.

એકતરફ કર્ણાટકમા કુમાર સ્વામીની સરકાર પર સંકટના વાદળો યથાવત છે. તો બીજીતરફ ભાજપ ફ્લોટ ટેસ્ટની માંગ પર અડગ છે. અને પોતાની આ માંગ સાથે યેદીયુરપ્પા સહિતના ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જ રાત વિતાવી હતી.

બી.એસ. યેદિયુરપ્પાએ ગઈકાલે જ એલાન કર્યુ હતુ કે ભાજપના ધારાસભ્યો જ્યાં સુધી ફ્લોર ટેસ્ટ નહી થાય ત્યાં સુધી ગૃહમાં જ રોકાશે અને આ રીતે જ ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જ ડીનર લીધુ.

યેદિયુરપ્પા સહિતના ધારાસભ્યોએ ગૃહમાં જ રાત વિતાવી અને વહેલી સવારે સદનના પટાંગણમાં જ મોર્નિંગ વોક પણ કર્યું.

Read Also

Related posts

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!