GSTV
Home » News » કુમારસ્વામીએ બહુમતી સાબિત કરવા સમય માંગ્યો, કર્ણાટકનાં રણસંગ્રામમાં હવે શું થશે?

કુમારસ્વામીએ બહુમતી સાબિત કરવા સમય માંગ્યો, કર્ણાટકનાં રણસંગ્રામમાં હવે શું થશે?

કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન કુમારસ્વામીએ સ્પીકર પાસે બહુમતી સાબિત કરવા માટે સમય માંગ્યો છે. કોંગ્રેસે તેમના તમામ ધારાસભ્યોને હાજર રહેવા વ્હીપ આપી ગેરહાજર રહેનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે 16 જુલાઇ સુધી ધારાસભ્યોના રાજીનામા મુદ્દે કોઇ પણ નિર્ણય ન લેવા આદેશ આપ્યો છે.

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા નાટક વચ્ચે મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ સામે ચાલીને વિશ્વાસમત મેળવવા તૈયાર હોવાનું જણાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. કર્ણાટક વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કુમારસ્વામીએ જણાવ્યું કે અમે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને બહુમતી સાબિત કરવા માટે તૈયાર છીએ. કુમારસ્વામીએ બહુમત સાબિત કરવા સ્પીકર પાસે સમય પણ માગ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે બાદ હું બહુમતિ સાબિત કરવા તૈયાર છું.

બીજી તરફ બળવાખોર ધારાસભ્યોની અરજી મુદ્દે પણ સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન કોર્ટે જણાવ્યુ કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર 16 જુલાઇ એટલે કે મંગળવાર સુધી ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય ન લે. મતલબ કે 16 તારીખ સુધી સ્થિતિ યથાવત રહેશે. સ્પીકર રમેશકુમાર 16 તારીખ સુધી રાજીનામા અંગે તેમજ અયોગ્યતાના મુદ્દા ઉપર પણ કોઇ નિર્ણય લઇ શકશે નહીં.

ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતુ કે સ્પીકર રાજીનામાનો સ્વિકાર કરવાના બદલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યુ હતુ કે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ બંધારણીય કર્તવ્યનું પાલન કરી રહ્યા છે.

મહત્વનું છે કે કર્ણાટકમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો અત્યાર સુધીમાં રાજીનામા આપી ચુક્યા છે. જો કે સ્પીકરે આ રાજીનામાનો સ્વીકાર કર્યો ન હોવાથી સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

READ ALSO

Related posts

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

Riyaz Parmar

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!