GSTV

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

Last Updated on July 27, 2021 by pratik shah

કર્ણાટકના રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. બસવરાજ એસ બોમ્મઈ 27 જુલાઈના રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. જેઓએ કર્ણાટકના 20માં મુખ્યમંત્રીના રૂપમાં બીએસ યેદુરપ્પાની જગ્યા લીધી છે. બોમ્મઈ જે ગૃહ મંત્રી હતા. જોકે, પહેલા તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી બનશે તેવી અટકળોનું ખંડન કર્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાની વિદાય બાદ હવે આ રાજ્યમાં ભાજપ કોને સીએમ બનાવે છે તેના પર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલતી હતી. હવે યેદીયુરપ્પાના નજીકના મંત્રી પર સીએમ પદનો કળશ ઢોળાયો છે. યેદીએ માસ્ટર સ્ટ્રોક મારીને પોતાના નજીકના નેતાને જ સીએમ બનાવી સીએમ ખુરશીની ચાવી પોતાની પાસે રાખી લીધી છે. યેદીયુરપ્પાએ રાજીનામું આપતી વેળાએ જે નારાજગી દેખાડી હતી એનું ફળ હવે મળ્યું છે.

શરૂઆતમાં સીએમની રેસમાં બી એલ સંતોષનું નામ આગળ હોવાની અટકળો શરૂ થઈ હતી. સૂત્રોના કહેવા પ્રમાણે બીએલ સંતોષનું નામ પહેલેથી જ નક્કી હતું. 54 વર્ષીય સંતોષ એન્જિનિયરિંગના સ્નાતક છે અને આરએસએસના પ્રચારક પણ રહી ચુકયા હતા. તેમણે કર્ણાટકમાં ભાજપના મહાસચિવ તરીકે કામ કર્યુ હતું પણ હવે એક અલગ નામ બહાર આવ્યું છે. અગાઉ 3 નામો ભારે ચર્ચામાં રહ્યાં હતા.

પાર્ટીમાં તેમના નામને લઈને બળવો ના થાય તે માટે બી એલ સંતોષ પોતે પાર્ટીના નેતાઓના સંપર્કમાં હતા. ભાજપ દ્વારા સીએમની સાથે સાથે ચાર ડેપ્યુટી સીએમ બનાવવા માટે પણ વિચાર થઈ રહ્યો હતો. જોકે, આ તમામ માત્ર અટકળો સાબિત થઈ છે અને યેદીએ બાજી મારી લીધી છે.

પક્ષ પર્યવેક્ષક ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડી બેંગલુરુમાં છે. કર્ણાટકની પાર્ટી પ્રભારી અરુણ સિંહ બપોરે બેંગલુરુ પહોંચ્યા હતા.સાંજે 7.30 કલાકે ધારાસભ્ય જૂથની બેઠક પહેલા બસરાવરાજ બોમ્મઈએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કિશન રેડ્ડી, અરૂણ સિંહની મુલાકાત કરી હતી. આ વચ્ચે બીજેપી નેતા રેણુકાચાર્ય અને ડોક્ટર કે સુધાકરે બીજેપીના પ્રદેશ પ્રભારી સાથે મુલાકાત કરી હતી.

કોણ છે બસવરાજ બોમ્મઈ

રાજ્યના ગૃહમંત્રી 61 વર્ષિય બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા કિંગ બન્યા છે. જેઓ યેદીના ખાસ નજીક છે. યેદીયુરપ્પાના બંને મંત્રી મંડળમાં તેઓ મંત્રી રહી ચૂકયા છે. જેઓ વ્યવસાયે એન્જિનિયર છે. વર્ષ 2008માં જનતાદળ સેક્યુલર છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. જેઓ બીજેપીની નીતિઓને સારી રીતે જાણે છે. પાર્ટી નિયમોને આધિન કોઈ પણ નિર્ણય લેવામાં હંમેશાં અગ્રેસર રહે છે.

અમિત શાહની નજીક ગણાય છે


બસવરાજ બોમ્મઈ એકદમ મૃદુભાષી છે જેઓની ભાષા પર જોરદાર પક્કડ છે. જેઓ કન્નડ, હિન્દી અને અંગ્રેજી સારી રીતે જાણે છે. એવું માનવામાં આવે છે કે તેઓ અમિત શાહના ખાસ નજીકમાં છે. બોમ્મઈ સામે ફક્ત એક જ બાબત આવે છે કે તેઓ આરઆરએસ સાથે જોડાયેલા નથી. જેઓ ભાજપ સાથે જોડાયા પહેલાં 2 વાર જનતાદળ સેક્યુલરમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

બીએસ યેદિયુરપ્પાના સીએમ બનવાના સમયે રેણુકાચાર્ય એક મંત્રાલય મેળવવાના સતત પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે કે ડોક્ટર કે સુધાકરે નેતાઓમાંના એક છે જેમને મંત્રી પદ મળવાની આશા છે. બોમ્મઇને બીએસ યેદિયુરપ્પાની નજીકની ગણાય છે અને તેઓ ‘જનતા પરિવાર’થી જોડાયેલા છે. તેમના પિતા એસઆર બોમ્મઇ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!