GSTV
Home » News » અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Sisodia modi shah

કર્ણાટકના ભાજપના નેતા અને ધારાસભ્ય એમપી રેણુકાચાર્યનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કર્ણાટકની હોન્નાલી વિધાનસભા સીટ પરના ધારાસભ્ય રેણુકાચાર્યએ કહ્યું કે અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં તેમને મત આપ્યા ન હતા, તેથી તેમને મળનારી સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવશે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ રેણુકાચાર્યએ કહ્યું કે, મારો એજન્ડા ભગવાકરણ છે અને હું મારા વિધાનસભા ક્ષેત્રને ભગવામય બનાવવા માગુ છું.

પોતાના વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરતા તેઓએ કહ્યું કે અહીં લોકોએ 2018ની ચૂંટણીમાં મને વોટ આપ્યા ન હતા અને મને વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં પણ મને વોટ નહીં આપે. તેઓએ વધુમાં કહ્યું કે હું મુસ્લિમો પાસે વોટ નથી માંગતો. રેણુકાચાર્યના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પ્રદેશના નેતા વડાપ્રધાન દ્વારા નિર્ધારિત ઉદાહરણનું અનુસરણ કરે છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે મોદી પોતાની ઉણપને છુપાવવા માટે હંમેશા પાકિસ્તાનના નામનો જાપ કરે છે અને કર્ણાટકમાં ભાજપના નેતાઓ દિલ્હીના નેતાઓન પગલે જ ચાલે છે. તેઓ આવું એટલા માટે બોલે છે કારણ કે સાંપ્રદાયિક તણાવ ઊભો થાય. આ પ્રકારના આ નિવેદનોથી એવું લાગે છે કે તેઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!