GSTV
Home » News » આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે આજે સીએમ કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા થવાની છે. સીએમ કુમાર સ્વામીએ વિધાનસભામાં આજે વિશ્વાસ મત રજૂ કરવાનો છે. જેથી આજે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર રહેશે કે નહી તે અંગે નિર્ણય તઈ જશે. રાજનીતિજ્ઞોનો દાવો છે કે કર્ણાટકમાં વર્તમાન સરકાર નહી રહે.

224 ધારાસભ્યો વાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા ભાજપના 105 સભ્યો હતા. આ સિવાય કોંગ્રેસના 75 અને સ્પીકર તેમજ જેડીએસના 37 સભ્યો હતા. જોકે હવે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામુ આપતા સમીકરણો બદલાયા છે. અને સરકાર માટે પડકાર શરૂ થયો છે.

હાલ કોંગ્રેસમાં 65 ધારાસભ્યો અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો જ બચ્યા છે. આ બંને પાર્ટીઓનો કુલ આંકડો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા કરતા પણ ઓછો છે. જો આજે બળવાખોર 15 ધારાસભ્યો વિધાનસભા પહોંચે જ નહી તો સમગ્ર સમીકરણ બદલાઈ જશે.

કોંગ્રેસના ધારાસભ્ય ગુમ

કર્ણાટક વિધાનસભામાં આજે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારનો ફ્લોર ટેસ્ટ થાય તે પહેલા વધુ એક સંકટ સામે આવ્યુ છે. ફ્લોર ટેસ્ટના 15 કલાક પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થયા છે. કોંગી ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટીલને શોધવા માટે કોંગ્રેસે 10 ટીમો બનાવી છે. અને સંભવિત તમામ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. તેઓ છેલ્લા ગત રાતે આઠ વાગ્યે રિસોર્ટમાં જોવા મળ્યા હતા. તેઓનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થયો છે.

READ ALSO

Related posts

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

Bansari

બુલેટ ટ્રેન માટે રસ્તો થયો સાફ : મોદીને નડશે ગુજરાતના ખેડૂતો, સુપ્રીમ પહોંચશે મામલો

Nilesh Jethva

મનોરંજનની દુનિયાએ મને પ્રેગ્નેંટ થવા ન દીધી, આ એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!