કર્ણાટક હાઈકોર્ટે બાળકની વચગાળાની કસ્ટડી પિતાને આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે સાવકી માતા તેની (બાયોલોજીકલ) માતાની જેમ બાળકની સંભાળ અને પ્રેમ ન કરી શકે. હકીકતમાં, બાળકની કસ્ટડીને લઈને માતા અને પિતા વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. બંને અલગ થઈ ગયા છે. આ સાથે પિતાએ પણ બીજા લગ્ન કર્યા છે. હાલમાં જ ફેમિલી કોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ તેણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હવે હાઈકોર્ટે પણ બાળકની કસ્ટડી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતની સિંગલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. તે જ સમયે, પિતાએ બાળકની કસ્ટડી આપવાનો ઇનકાર કર્યો હતો. સાવકી માતાએ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે તે બાળકનું ધ્યાન રાખશે. પરંતુ ન્યાયાધીશે કહ્યું કે બાયોલોજીકલ માતા માટે બહુજ ઓછું આશ્વાસન હશે.
પિતાની દલીલ
પિતા દ્વારા યાચિકા દાખલ કરવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તે બાળકની આર્થિક સંભાળ રાખવા અને તેને શ્રેષ્ઠ ઉછેર, શિક્ષણ અને સંપૂર્ણ કૌટુંબિક વાતાવરણ પ્રદાન કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે. પરંતુ કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી. એ પણ કહ્યું કે બાળકની કસ્ટડી સાથે તેને કોઈ લેવાદેવા નથી કે તે આર્થિક અને શૈક્ષણિક રીતે સારી સ્થિતિમાં છે.
બીજું શું કહ્યું કોર્ટે
કોર્ટે કહ્યું કે બાળક પણ તેની માતા સાથે રહેવા માંગે છે. જેથી પિતાને કસ્ટડી નહીં મળે. કોર્ટે એમ પણ કહ્યું કે જો બાળકની કસ્ટડી અરજદારને આપવામાં આવે તો માતા એકલી રહી જશે. જ્યારે અરજદાર બાળક અને પત્ની સાથે રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન