GSTV

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Last Updated on August 9, 2020 by Pravin Makwana

કર્ણાટકના આરોગ્ય મંત્રી બી શ્રીરામુલુએ રવિવારે કહ્યું હતું કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટ્વીટ કરી જણાવ્યું

શ્રીરામુલુએ રવિવારે ટિ્‌વટ કર્યું હતું, “તાવ આવ્યા બાદ મને તપાસમાં જાણ મળી, કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ.” તેમને સારવાર માટે શહેરની સરકારી બોરિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મંત્રીએ કહ્યું કે તેઓ ભગવાનને સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે જેથી જલદીથી લોકોની સેવા કરવાનું શરૂ કરી શકે.

શ્રીરામુલુ સહિત પાંચ પ્રધાનોને અત્યાર સુધી કર્ણાટકમાં ચેપ લાગ્યો છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, વન પ્રધાન આનંદસિંઘ, પર્યટન પ્રધાન સીટી રવિ અને બીસી પાટીલે તેમની સમક્ષ આ સંક્રમણની પુષ્ટિ કરી હતી. તેમના સિવાય વિપક્ષી નેતા સિદ્ધારમૈયાને પણ ચેપ લાગ્યો હતો. યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાય છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!