કર્ણાટક, ગોવા બાદ હવે બિહારમાં પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી આરજેડીને સરકાર બનાવવાનો મોકો મળવો જોઈએ તેવો અવાજ ઉઠ્યો છે.આરેજડીમાંથી તેજસ્વી યાદવ આવતીકાલે બપોરે 1 વાગ્યે રાજ્યપાલને મળશે.
આરજેડીએ પણ સૌથી મોટી પાર્ટીના નાતે બિહારમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શુક્રવારે આરજેડીના નેતા તેજસ્વી યાદવ રાજ્યપાલ સાથે મુલાકાત કરવા જશે અને વર્તમાન સરકારને ભંગ કરે સૌથી મોટી પાર્ટી હોવાના નાતે આરજેડીને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવે તેવી માંગ કરશે.
બિહારની બેઠકો પર નજર કરીએ તો બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. જેમાં આરજેડી પાસે 80 બેઠક, જેડીયુ પાસે 71 બેઠક છે.કોંગ્રેસ પાસે 27 બેઠક, એનડીએ પાસે 58 બેઠક, સીપીઆઈ પાસે ત્રણ અને ચાર અપક્ષ ધારાસભ્યો છે. બિહારમાં ચૂંટણી પહેલા જ આરજેડી, જેડીયુ અને કોંગ્રેસનું ગઠબંધન હતુ.
મહાગઠબંધનથી 178 ધારાસભ્યોના સમર્થનથી નીતિશ કુમાર સીએમ બન્યા હતા. જોકે આરજેડી સાથે વિવાદને લઈને 22 મહિના બાદ જેડીયુ ગઠબંધન અલગ થઈ ગઈ હતી.જેડીયુએ ભાજપ અને તેના સાથી દળો સાથે મળીને સરકાર બનાવી હતી. તેજસ્વી યાદવ સાથે પાર્ટીના 80 ધારાસભ્યો પણ રાજભવન જશે. બિહારમાં એનડીએ સાથે મળીને જેડીયુ અત્યારે સત્તા પર છે.ત્યારે બિહારના રાજ્યપાલના નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે.