GSTV

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ, મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યા ગુમ થયેલાં કોંગ્રેસનાં MLA

કર્ણાટકની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એચડી કુમારસ્વામીની સરકાર પર સંકય યથાવત છે. અને તેની વચ્ચે બાગી વિધાયકો વિધાનસભામાં પહોંચ્યા નથી. કોંગ્રેસ સાથે બગાવત કરનારા શ્રીમંત પાટીલ બુધવાર રાતથી ગુમ થયા છે. ત્યારે હવે તેમનો ફોટો અચાનક સામે આવ્યો છે. તેઓ મુંબઈના હોસ્પિટલમાં દાખલ થયેલાં છે અને ઈલાજ કરાવી રહ્યા છે.

બુધવારે જ કોંગ્રેસ પાર્ટી તરફથી ફરિયાદ કરવામાં આવી હતીકે, તેમના રિસોર્ટમાંથી એક MLA ગાયબ થઈ ગયા છે. આ ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. ગુરૂવારે સવારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ચાલી રહ્યો છે. ત્યારે શ્રીમંત બાલાસાહેબ પાટિલનો મુંબઈની હોસ્પિટલમાં ઈલાજ કરવતો ફોટો સામે આવ્યો છે.

બુધવારે જ એચડી કુમારસ્વામીએ સિદ્ધારમૈયાએ પોતાના વિધાયકો સાથે બેઠક કરી હતી. પરંતુ બેઠક બાદથી પાટિલ ગુમ થયા હતા. શ્રીમંત કર્ણાટકની કાગવાડ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર વિવાદ ચાલી રહ્યો ચે. જેમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યો, બસપા ધારાસભ્યો સહિત ઘણા બાગી ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા નથી.

એવામાં કુમારસ્વામીની સરકાર પર વોટિંગ સમયે સંકટ આવી શકે છે. ફ્લોર ટેસ્ટ પર વિવાદ દરમ્યાન મુખ્યમંત્રી કુમારસ્વામી ભારતીય જનતા પાર્ટી પર જોરદાર વરસ્યા હતા. તેમણે કહ્યુ હતુકે, ફક્ત મારી સરકાર પર જ સંકટ નથી. પરંતુ સ્પીકર ઉપર પણ દબાણ કરવામાં આવી રહ્યુ છે. મે મારા કાર્યકાળમાં જનતા માટે કામ કર્યુ છે. કુમારસ્વામીએ કહ્યુ હતુકે, વિપક્ષને સરકાર તોડવાની બહુ જ જલ્દી છે. BJP આટલી બધી ઉતાવળ કેમ કરે છે.

READ ALSO

Related posts

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

PM કેર ફંડમાં દેશમાંથી નહીં પણ વિદેશમાંથી આવશે દાન, મોદીએ કર્યો આ આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!