GSTV
Home » News » ‘કર-નાટક’માં નવો વળાંક: સ્પીકર સામે કુમારસ્વામી કરગર્યા, મને ગવર્નરનાં લવ લેટરથી બચાવો

‘કર-નાટક’માં નવો વળાંક: સ્પીકર સામે કુમારસ્વામી કરગર્યા, મને ગવર્નરનાં લવ લેટરથી બચાવો

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંક્ટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સીએમ કુમારસ્વામીને વધુ એક પત્ર લખીને બહુમત સાબિત કરવા જણાવ્યું હતુ . ત્યારે સીએમ કુમારસ્વામીએ વિધાનસભા ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન સ્પીકરને અપીલ કરી હતી કે તેઓ તેમને ગવર્નરના લવ લેટરથી બચાવે. તેમણે કહ્યું કે હું ગવર્નરનું સન્માન કરૂ છું, પરંતુ તેમના બીજા લવ લેટરથી મને ઘણુ કષ્ટ થયું છે.

CM કુમારસ્વામીએ સ્પીકરને કહ્યું કે તેઓ બહુમત પરીક્ષણનો નિર્ણય તેમના પર છોડી રહ્યા છે. દિલ્હીથી કોઇ વસ્તુ નક્કી થઇ શકે નહીં. તેમણે સ્પીકરને વિનંતી કરી કે તેઓ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા પત્રથી તેમને બચાવે. આ પહેલા ગુરૂવારે પણ રાજ્યપાલે સીએમને પત્ર લખીને બહુમત સાબિત કરવા જણાવ્યું હતુ. પરંતુ ડેડલાઇન સુધીમાં વોટિંગ ન થતાં રાજ્યપાલે ફરી બીજો પત્ર લખ્યો હતો. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા માટે જણાંવ્યું હતુ.

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનવાળી કુમારસ્વામી સરકાર અજબ રાજકીય સંકટમાં ઘેરાઈ ગઈ છે. વિધાનસભામાં ગુરૂવારથી સીએમ કુમારસ્વામી સરકારનું શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે. પરંતુ સરકાર બચશે કે નહીં તે સવાલ વધુ ચર્ચાઈ રહ્યો છે. બહુમત સાબિત કરવા રાજ્યપાલ વજુભાઈ વાળાએ બપોરે દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો તે ડેડલાઈન પણ પુરી થઈ ગઈ છે. પરંતુ ફ્લોર ટેસ્ટ થયો નહીં. ત્યારબાદ સાંજનો આપેલો સમય પણ પુરો થઇ ગયો છે. જો કે સરકાર રહેશે કે ઘરભેગી થશે તે સવાલ સૌથી વધુ ચર્ચાઇ રહ્યો છે.

READ ALSO

Related posts

‘જજ સાહેબ આજે મૂડ ખરાબ છે સુનાવણી મોકુફ રાખો’ હાઈકોર્ટમાં વકીલની વિચિત્ર માંગ

Arohi

આ રાજ્યનું એરપોર્ટ અદાણીને સોંપાયુ, રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યો નિર્ણય

Arohi

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!