GSTV
Home » News » કર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી

કર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી

કર્ણાટકમાં સરકાર પર સંકટ પોતાની ચરમસીમા પર પહોંચ્યું છે. ફ્લોર ટેસ્ટ પર હજુ સુધી વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાયું નથી. કર્ણાટકનાં સીએમ એચડી કુમારસ્વામીએ વિધાનસભા સ્પીકરને વિનંતી કરી છે કે, ફ્લોર ટેસ્ટની તારીખ સોમવાર સુધી લંબાવવામાં આવે.

જો કે કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંક્ટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સીએમ કુમારસ્વામીને વધુ એક વખત પત્ર લખીને બહુમત સાબિત કરવા જણાવ્યું હતુ . ત્યારે સીએમ કુમારસ્વામીએ વિધાનસભા ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન સ્પીકરને અપીલ કરી હતી કે તેઓ તેમને ગવર્નરના લવ લેટરથી બચાવે. તેમણે કહ્યું કે હું ગવર્નરનું સન્માન કરૂ છું, પરંતુ તેમના બીજા લવ લેટરથી મને ઘણુ કષ્ટ થયું છે.

જો કે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ બે વખત સીએમ કુમારસ્વામીને પત્ર લખી બહુમતિ સાબિત કરવા જણાવતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે વિશ્વાસમત પર મતદાન કરાવવું કે કેમ તે મામલે પ્રશ્નાર્થ હતો. બીજી તરફ સીએમ કુમારસ્વામીએ વિશ્વાસમત મામલે સ્પીકર પર નિર્ણય છોડ્યો હતો. જો કે સ્પીકરે પહેલા એમ જણાંવ્યું હતું કે,ગવર્નરે સીએમને પત્ર લખ્યો છે, તેથી આ બાબતે તેઓ જ નિર્ણય લે.

જો કે આ તમામ ગતિવીધીઓ વચ્ચે કર્ણાટક વિધાનસભા સ્પીકરે ગૃહને સોમવાર સુધી સ્થગિત કરી દીધું છે. તેથી હવે ફ્લોર ટેસ્ટ પર સોમવારે જ વોટીંગ થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ CM કુમારસ્વામીએ સ્પીકરને વિનંતી કરી કે તેઓ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા પત્રથી તેમને બચાવે. કુમારસ્વામીનું કહેવું છે કે તેઓ ગવર્નરનો આદર કરે છે, પરંતુ તેમનાં લવ લેટરથી પરેશાન છે. આ પહેલા ગુરૂવારે પણ રાજ્યપાલે સીએમને પત્ર લખીને બહુમત સાબિત કરવા જણાવ્યું હતુ. પરંતુ ડેડલાઇન સુધીમાં વોટિંગ ન થતાં રાજ્યપાલે ફરી બીજો પત્ર લખ્યો હતો. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા માટે જણાંવ્યું હતુ. જો કે હવે કર્ણાટકનાં સ્પીકર કે.આર.રમેશ કુમારે વિધાનસભા ગૃહને સોમવાર સુધી સ્થગિત કરી દીધું છે.તેથી હવે તમામ પ્રક્રિયા સોમવારે જ થઇ શકશે.

READ ALSO

Related posts

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!