GSTV
Home » News » કર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક

કર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક

કર્ણાટકમાં સરકાર પર સંકટ પોતાની ચરમસીમા પર પહોંચ્યું છે. ફ્લોર ટેસ્ટ પર હજુ સુધી વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાયું નથી. કર્ણાટકનાં સીએમ એચડી કુમારસ્વામીએ વિધાનસભા સ્પીકરને વિનંતી કરી છે કે, ફ્લોર ટેસ્ટની તારીખ સોમવાર સુધી લંબાવવામાં આવે. તેવામાં સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ-જેડીએસ પોતાનાં ધારાસભ્યો માટે વિધાનસભાનાં બહારનાં ગેટ પર બે લક્ઝરી બસો મોકલી છે. જેમાં ધારાસભ્યોને સુરક્ષિત તેમનાં નિવાસ સ્થાને પહોંચાડી શકાય.

કર્ણાટકમાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ જણાંવ્યું કે, શુક્રવારે સામાન્ય રીતે બપોર સુધી વિધાનસભા પુરી કરવામાં આવે. ભાજપનું કહેવું છે કે કોઇ પણ ભોગે ફ્લોર ટેસ્ટ આજે જ પુરો કરવામાં આવે. રાજ્યપાલ પણ આવું જ કહી રહ્યા છે. સાચી વાત એ છે કે આપણે ધારાસભ્યો પાસે તેમનાં અધિકારો છીનવી શક્તા નથી. સીએમ એચડી કુમારસ્વામીએ જણાંવ્યું કે, સોમવારે ફ્લોર ટેસ્ટમાં ગમે તેટલો સમય કેમ ન લાગે, તે દિવસે જ આપણે વિશ્વાસમત પર કામ કરીશું. તમામનાં ભાષણ બાદ સીએમ પોતાનાં અંતિમ શબ્દો કહેશે. ત્યારબાદ વિશ્વાસમતની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. સિદ્ધારમૈયાએ જણાંવ્યું કે, સોમવારે જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.

આ દરમિયાન કર્ણાટકનાં ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરાએ જણાંવ્યું કે, અમે સુપ્રિમ કોર્ટમાં બે કારણોસર ગયા છીએ કે, રાજકિય પાર્ટી પાસે અધિકાર છે કે તેઓ ધારાસભ્યોને વ્હીપ આપી શકે. આ અધિકાર કોઇ પણ કોર્ટ છીનવી શકે નહિં. જ્યારે વિધાનસભાનું સત્ર ચાલું હોય ત્યારે રાજ્યપાલ કોઇ પણ પ્રકારનાં દિશા-નિર્દેશ આપી શકે નહિં. તેમજ કોઇ પણ પ્રકારની ડેડલાઇન પણ જાહેર કરી શકે નહિં.

મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી કર્ણાટકમાં કમઠાણ ચાલી રહ્યું છે. ધારાસભ્યો નારાજ છે કે કેમ તે હજુ સુધી કળી શકાયું નથી, અકળ રહસ્ય બની ગયું છે. તેમજ આ મામલે સુપ્રિમ કોર્ટમાં જવાની પણ ફરજી પડી છે. તેમજ વિધાનસભાનાં ચાલું સત્રમાં રાજ્યપાલે હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે. જો કે કર્ણાટકનું રાજકિય ભાવી ધુંધળું દેખાય રહ્યું છે.

READ ALSO

Related posts

‘જજ સાહેબ આજે મૂડ ખરાબ છે સુનાવણી મોકુફ રાખો’ હાઈકોર્ટમાં વકીલની વિચિત્ર માંગ

Arohi

આ રાજ્યનું એરપોર્ટ અદાણીને સોંપાયુ, રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યો નિર્ણય

Arohi

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!