GSTV
Home » News » જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

કર્ણાટકમાં રાજકીય ડ્રામા વધતો જઇ રહ્યો છે. ગુરુવાર બાદ શુક્રવારે પણ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનભાનું સંબોધન કર્યુ. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. એચડી કુમારસ્વામીએ સદનમાં કહ્યું કે તેઓ આજે પણ ભગવાનને એ જ સવાલ પૂછે છે કે તેમને આવી પરિસ્થિતીમાં મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યાં.

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે બીજેપી આજે ચર્ચા કરવા નથી માંગતી પરંતુ ચર્ચા જરૂરી છે. તમે સીએમની ખુરશી લઇ શકો છો. સરકાર રચવાની કોઇ ઉતાવળ નથી, તમે આજે પણ સરકાર રચી શકો છો અને સોમવારે પણ.

વિધાનસભામાં એચડી કુમારસ્વામીએ કહ્યું કે 2006માં હું બીજેપી પાસે સરકાર રચવા માટે ગયો ન હતો. 12 વર્ષ પહેલાંનો મારો નિર્ણય સાચો કે ખોટો પણ હોઇ શકે છે. ત્યારે યેદિયુરપ્પાએ એક ચિઠ્ઠી મોકલી અને કહ્યું કે તેઓ મને મળવા માગે છે. તેમણે કહ્યં કે જ્યારથી કોંગ્રેસ-જેડીએસની સરકાર બની છે બીજેપીએ પહેલાં દિવસથી તેને તોડવાનો પ્રયાસ કર્યો છે.

સીએમે જણાવ્યું કે 2009માં પણ જ્યારે નોર્થ કર્ણાટકમાં પૂર આવ્યું હતું, તો યેદિયુરપ્પા મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. ત્યારે જ આપણે જોયું હતું કે અનેક ધારાસભ્યો રિઝોર્ટમાં ગયાં હતાં અને યેદિયુરપ્પાની સરકાર સંકટમાં હતી. જેનો યેદિયુરપ્પાએ ત્યારે સામનો કર્યો હતો તેનો સામનો અમે આજે કરી રહ્યાં છીએ. પરંતુ યેદિયુરપ્પાએ ત્યારે બીજેપી સામે હાથ જોડ્યાં હતાં કે તેમને સીએમ પદેથી હટાવવામાં ન આવે, પરંતુ હું કોઇની સામે હાથ નહી જોડું.

મહત્વનું છે કે શુક્રવારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાની શક્યતા છે. તેવામાં તમામ આંકડાઓ પર નજર નાંખીએ તો બળવાખોર ધારાસભ્યો જો સદનમાં ન આવે તો કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસની સરકાર સંકટમાં  મુકાઇ શકે છે અને બીજેપી પાસે બહુમત કરતાં પણ વધુ આંકડો થઇ શકે છે.

Read Also

Related posts

Nirbhaya Caseમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહીથી લખી ચિઠ્ઠી, કરી આ માંગ

Mansi Patel

કરીના કપૂર ભાઈના રોકા માટે જ્યારે એરપોર્ટ પર જ થવા લાગી તૈયાર, જુઓ VIRAL VIDEO

Mansi Patel

રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરશે વીર સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!