GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

કર્ણાટકમાં સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે પરંતુ આ પહેલા રાજકીય ઘટના સ્થળમાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારનુ કહેવુ છે કે જેડીએસ સરકાર બચાવવા માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં પણ એચ ડી. કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે.

ડીકે શિવકુમારના જણાવ્યા પ્રમાણે JDSએ તેના વિશે અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધુ છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલા ડીકે શિવકુમારનું આ નિવેદન શું સરકારને બચાવી શકાશે તેના પર દરેક લોકોની નજર છે.

આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે એવામાં જો બળવાખોર ધારાસભ્યો સરકારના પક્ષમાં વોટ નથી કરતા તો એચડી કુમારસ્વામીની સરકારનો છેલ્લો દીવસ હશે એવામાં કુમારસ્વામી માટે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી સરકાર બચાવવો છેલ્લો રસ્તો હશે.

જ્યારે આ વળવાખોર ધારાસભ્યો રાજીનામાં આપતા હતા ત્યારે 4 ધારાસભ્યોનું કહેવુ હતુ કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળે તો તે પોતાનુ રાજીનામુ પાછુ લેવા માટે તૈયાર છે અને સરકારનુ સમર્થન કરી શકે છે,

અત્યારે બળવાખોર ધારાસભ્યને હટાવી દઈએ તો કોંગ્રેસ-જેડીએસ પાસે 100નો આંકડો છે જે બહુમતીથી દુર છે પરંતુ કોંગ્રેસના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો સરકાર બચે તેની સંભાવના છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો 20 લાખની નજીક, 41 હજાર લોકો હારી ચૂક્યા છે જિંદગી

Nilesh Jethva

આ 6 કારણોથી શરીરમાં વિટામિન ડીની સર્જાય છે ઊણપ, અતિ જરૂરી છે શરીર માટે

Mansi Patel

અમદાવાદમાં આવેલી 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 પાસે જ છે ફાયર એનઓસી, બાકીની રામ ભરોશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!