GSTV

કર્ણાટકે તો ભારે કરી: યેદિયુરપ્પા બોલ્યા- અમારા ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં જ જમશે-ઉંઘશે

કર્ણાટકમાં ચાલી રહેલા કાજકિય યુદ્ધમાં હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી. આજે વિધાનસભા ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભા ગૃહમાં જણાંવ્યું કે, ભાજપ ઉતાવળે યુતિ સરકારને અસ્થિર કરવા માગે છે. તો બીજી તરફ ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસ-જેડીએસ જાણી જોઇને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન લંબાવી રહી છે. તેમજ સમયસર મતદાન કરાવતી નથી. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપનાં નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને રજુઆત કરી હતી. કોંગ્રેસ-જેડીએસનાં ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્ય શ્રીમંત પાટીલની તસવીર લહેરાવી હતી. મહત્વનું છે કે શ્રીમંત પાટીલ મુંબઇની હોસ્પિટલમાં દાખલ છે.

કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી આવતીકાલ શુક્રવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ મામલે ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ જણાંવ્યું કે, ભાજપનાં તમામ ધારાસભ્યો રાત્રે પણ વિધાનસભા ગૃહમાં જ ઉંંઘશે. જ્યાં સુધી વિશ્વાસ મત પર કોઇ નિર્ણય નહિં આવે ત્યાં સુધી અમે રાત-દિવસ વિધાનસભા ગૃહમાં જ રહીશું. તમામ ભાજપ ધારાસભ્યો એકસાથે રહેશે.

યેદિયુરપ્પાએ જણાંવ્યું કે સદનમાં જ ધારાસભ્યોનાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવશે. મહિલા ધારાસભ્યો રાત્રે 9 વાગ્યા સુધી ગૃહમાં રહેશે. તેમજ પુરૂષ ધારાસભ્યો અહિં જ જમશે અને ઉંઘશે.

બીજી તરફ કોંગ્રેસ બેેંગ્લોર પોલીસ કમિશ્નરને પત્ર લખીને ફરિયાદ કરી છે. કે અમારા ધારાસભ્ય શ્રીમંત પાટીલનું અપહરણ કરવામાં આવ્યું છે.

ભાજપનાં સીટી રવિએ જણાંવ્યું કે, અમે ગવર્નર સાથે મુલાકાત કરીને જણાંવ્યું કે, વિશ્વાસ મત પર વોટીંગ કરવામાં વિલંબ કરવામાં આવે છે. સરકારને બચાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અમે તેનાં ધારાસભ્યોનું અપહરણ કર્યું છે, પરતુ તેઓ ધારાસભ્ય છે કોઇ બાળકો નથી.

READ ALSO

Related posts

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

Nilesh Jethva

કોરોના સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં સામે આવ્યું નવુ સંકટ, કોંગો ફિવરને લઈને પાલઘરમાં કરાયું એલર્ટ

Mansi Patel

મોદીએ યોગીને પણ વેતરી દીધા, નડ્ડાની ટીમમાં એ નેતાને ખજાનચી બનાવ્યા જેમને યોગીએ યુપીમાંથી કર્યા હતા રવાના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!