પ્રેમમાં માણસ આંધળો થઇ જાય, પણ વાત જ્યારે પશુની હોય ત્યારે શું કરવું? માણસ અને પ્રાણી બંન્ને પ્રેમના ભૂખ્યા છે, તે વાતની આ ઘટના સાબિતી આપે છે. અત્યાર સુધી તમે માણસોના લગ્ન જોયા હશે, પરંતુ કોઇ દિવસ ગધેડાના લગ્ન જોયા છે? આવો જ હાસ્યાસ્પદ નજારો જોવા મળ્યો કર્ણાટકમાંના હૂરા ગામમાં. જ્યાં એક ગધેડાના ગામના લોકોએ લગ્ન કરી દીધા. ગામમાં જ્યાં પુરૂષ માટે કન્યા શોધવા લોકો ફાફા મારતા હોય છે, ત્યાં ગામના લોકોને ગધેડા માટે વહુ મળી ગઇ ?
તો વરરાજા બનેલા ગધેડાની ઉંમર છે મહત્તમ ચાર વર્ષ. જેમાં સરકાર તો કોઇ પ્રકારની રોક ન લગાવી શકે, કારણ કે પ્રાણીઓ માટે માણસે બનાવેલા કોઇ નિયમ છે નહીં ! ગામના લોકોએ ગધેડા માટે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી. જ્યારે તેમના ઘરનો કોઇ પ્રસંગ હોય. અરે, પુજારીને બોલાવી માણસના લગ્ન હોય તે માફક વિધિ વિધાન કરવામાં આવ્યા. નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા, (કદાચ આ માટે ગામનો દરજી રાખવામાં આવ્યો હશે !?)
એ પછી ગધેડો સાત જન્મના બંધને બંધાઇ રહ્યો છે, તેમ માની ગધેડીને બાંધ્યુ મંગલસુત્ર. આ અનોખા લગ્નના સાક્ષી બન્યા કર્ણાટકના ગામના લોકો અને પછી ખબરો અખબાર અને મીડિયામાં ફેલાતા હવે સમસ્ત વિશ્વ ગધેડાના લગ્ન થયા છે તે સાંભળી વિસ્મય અનુભવી રહી છે.
ગધેડા કપલની આ નવી જોડીને આશીર્વાદ આપવામાં આવ્યા. જાનમાં આવેલા સમસ્ત જાનૈયાઓએ મીઠાઇ વહેંચી ઉજવણી કરી. પણ આ ગધેડા અને ગધેડીના લગ્ન કરવા શા માટે પડ્યા?
ગામના લોકોના કહેવા અનુસાર ગધેડો છેલ્લા કેટલાક સમયથી આક્રામક વ્યવહાર કરી રહ્યો હતો. તેની સાથે એક ગધેડી હતી. જેને તે દિલોજાનથી પ્રેમ કરતો હતો. તેની સાથે ઘણો જ ખુશ હતો. જુલાઇમાં મહિનામાં વિલન બની સામે આવેલ એક દીપડાએ ગધેડીને મારી નાખી. જે ભોગવવાનો વારો આવ્યો બિચારા ગ્રામજનોને. એ પછી ગધેડો હિંસક બની ગયો, પણ દિપડો તો મળે નહીં ! ગામના લોકો પર હુમલો કરવા માંડ્યો એટલે સમજી વિચારી ગામના લોકોએ ગધેડાને ઠેકાણે પાડવા તેના શુભ મંગલ વિવાહ કરી દીધા. હવે ગધેડો સુખી છે અને ગામના લોકો પણ…