GSTV
Home » News » કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત : કોંગ્રેસ-જેડીએસ સરકારના ભાવિનો આજે ફેંસલો

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત : કોંગ્રેસ-જેડીએસ સરકારના ભાવિનો આજે ફેંસલો

કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારનો આજે ફેંસલો આવી જાય તેવી સંભાવના છે. બળવાખોર ધારાસભ્યોના રાજીનામાના કારણે મુશ્કેલીમાં મુકાયા બાદ રાજ્યપાલ વજુભાઈવાળાએ મુખ્યમંત્રીને બહુમતી સાબિત કરવા માટે 19મી જુલાઈએ આપેલી બે ડેડલાઈન ટાળ્યા પછી સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો નિર્ણય આવી જશે તેમ મનાય છે. બીજીબાજુ ભાજપ નેતા યેદીયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સોમવાર કુમારસ્વામીની સરકારનો છેલ્લો દિવસ હશે.

મુખ્યમંત્રીએ ગુરૂવારે વિશ્વાસ મત પર શરૂ થયેલી ચર્ચા બે દિવસ સુધી લંબાવવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારને હજી પણ સુપ્રીમ કોર્ટ તરફથી કંઈક રાહત મળવાની આશા છે ત્યારે કોંગ્રેસ-જેડીએસ સરકારે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો છેલ્લો પ્રયાસ પણ કર્યો હતો.

દરમિયાન કર્ણાટક ભાજપના વડા બી.એસ. યેદીયુરપ્પાએ સોમવારનો દિવસ મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારનો છેલ્લો દિવસ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા, સ્પીકર અને કુમારસ્વામીએ કહ્યું છે કે તેઓ સોમવારે બહુમતી સાબિત કરી દેશે ત્યારે મને 100 ટકા વિશ્વાસ છે કે ત્રણ સપ્તાહથી ચાલતા આ વિવાદનો છેવટે અંત આવશે. આવતીકાલે કુમારસ્વામી સરકારની વિદાય થઈ જશે.

સોમવારે નિર્ણાયક ફ્લોર ટેસ્ટ પહેલાં યેદ્દીયુરપ્પાએ સુપ્રીમ કોર્ટના 17મી જુલાઈના આદેશને ટાંકીને દાવો કર્યો હતો કે ગઠબંધન સરકારના ધારાસભ્યો પર વ્હિપનો ઉપયોગ નહીં થઈ શકે તે જાણવા છતાં કુમારસ્વામી બીનજરૂરી રીતે સમય પસાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે મુંબઈમાં રોકાયેલા 15 ધારાસભ્યોને કોઈપણ સંજોગોમાં ગૃહના વર્તમાન સત્રમાં હાજર રહેવા માટે ફરજ પાડી શકાશે નહીં. આ સ્થિતિમાં કુમારસ્વામી ગૃહમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જશે.

કુમારસ્વામી અને કોંગ્રેસ વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન ગૃહની કાર્યવાહીમાં રાજ્યપાલ દખલગીરી કરતાં હોવાનો આક્ષેપ કરીને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને 17મી જુલાઈના તેના આદેશ પર સ્પષ્ટતા પણ માગી હતી. તેમણે સુપ્રીમને કહ્યું હતું કે આ આદેશને પગલે ધારાસભ્યોને વ્હિપ જારી કરવામાં અવરોધો ઊભા થયા છે. 

રાજ્યપાલ વજુભાઈવાળાએ બપોરે 1.30 વાગ્યે પહેલી અને પછી સાંજ સુધીમાં વિશ્વાસનો મત સાબિત કરવા માટે આપેલી બીજી ડેડલાઈનની અવગણના કરીને સ્પીકરે ગૃહને સોમવાર સુધી મુલતવી રાખ્યું હતું. ગૃહમાં વિશ્વાસ મત પર ચર્ચા ચાલતી હતી ત્યારે રાજ્યપાલે 1.30 વાગ્યાની પ્રથમ ડેડલાઈન આપતાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોએ રાજ્યપાલની સત્તાઓ અંગે સવાલો ઉઠાવતા હોબાળો મચાવ્યો હતો જ્યારે રાજ્યપાલે સાંજની બીજી ડેડલાઈન આપતાં કુમારસ્વામીએ તેને રાજ્યપાલનો ‘લવલેટર’ ગણાવ્યો હતો. દરમિયાન ગૃહને મૂલતવી રાખતાં સ્પીકર રમેશ કુમારે ગઠબંધન સરકાર પાસેથી વિશ્વાસ મતની ચર્ચા સોમવારથી વધારે લાંબી નહીં ચાલે તેવું વચન લીધું હતું અને તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે કોઈપણ સંજોગોમાં ગૃહ વધુ વિલંબમાં નહીં મૂકાય.

માયાવતીએ ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટથી દૂર રહેવા કહ્યું

કોંગ્રેસ-જેડીએસ સરકાર એકબાજુ બળવાખોર ધારાસભ્યોને મનાવવાના છેલ્લા પ્રયાસો કરી રહી છે ત્યારે ગઠબંધન સરકારના સહયોગી પક્ષ બસપાના ધારાસભ્યોએ મતદાનમાં હાજર રહેવાનો ઈનકાર કરી દીધો છે. આથી કુમારસ્વામીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બસપા ધારાસભ્ય એન. મહેશે કહ્યું કે હું વિધાનસભા સભત્રમાં જોડાઈ શકીશ નહીં. પક્ષના હાઈકમાન્ડે વિશ્વાસ મતની પ્રક્રિયાથી દૂર રહેવા કહ્યું છે. તેથી હું સોમવાર અને મંગળવારના સત્ર દરમિયાન હાજર નહીં રહું. હું મારા ચૂંટણી ક્ષેત્રમાં રહીશ.

READ ALSO

Related posts

નિર્ભયાકાંડ : નરાધમોને નોટિસ આપી જેલતંત્રએ અંતિમ ઇચ્છા પૂછી, ફાંસી હવે ફાયનલ

Mayur

આખરે સદબુદ્ધિ આવી પાકિસ્તાનમાં, પીએમ ખાને કહ્યું: ભારત સાથે સંબંધ સુધર્યા બાદ જ સુધરશે દેશની આર્થિક ક્ષમતા

NIsha Patel

ગુજરાત ભાજપમાં થશે મોટી ઉથલપાથલ, પ્રદિપસિંહ તાબડતોડ દિલ્હી પહોંચ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!