GSTV

બળવો કર્યો છે જાણી જાણી… બળવાખોરોને નથી મંત્રીપદનો મોહ

Last Updated on July 8, 2019 by Mayur

કર્ણાટકમાં પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે જેડીએસના ધારાસભ્ય નારાયણ ગૌડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યની સરકારમાં કોંગ્રેસ સતત દખલગીરી કરી રહી છે. જેથી રાજ્યમાં પ્રજાના હીતમાં કામ કરવાનું મુશ્કેલ બન્યુ છે. આ ઉપરાંતે તેમણે કહ્યુ કે, દેવગૌડાનો પરિવાર જેડીએસના ધારાસભ્યોને હેરાન કરે છે. કોંગ્રેસના કારણે સરકાર સારૂ કામ નથી કરી શકતી. જેના માટે સીએમ કુમારસ્વામીને જવાબદાર ઠેરવવા અયોગ્ય છે. રાજ્યમાં કોંગ્રેસની દખલગીરી જરૂરીયાત કરતા વધારે છે. નારાયણ ગૌડા બાદ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડાએ જણાવ્યુ હતુ કે, અમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. અને આગામી દિવસોમાં અમે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. અમારૂ રાજીનામું સ્વિકારવામાં આવ્યા બાદ બેંગાલુરૂ આવવાના છીએ.

ભાજપ ષડયંત્ર રચી રહી છે

કોંગ્રેસ અને જેડીએસનો આરોપ છે કે, કર્ણાટકમાં રાજકીય સંકટ પાછળ ભાજપ મોટી ભૂમિકા ભજવી રહ્યુ છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે એક નિવેદનમાં જણાવ્યુ કે, કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકારને પાડવા માટે ભાજપ ષડ્યંત્ર રચી રહી છે. અને ભાજપ અમારા ધારાસભ્યોને મુંબઈ લઈ ગઈ છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી કહે છે કે, સબકા સાથ સબકા વિશ્વાસ. તેઓ આ વાતને તેઓ ટેલિવિઝન પર કહે ત્યારે સારી લાગે છે પરંતુ તેને જમીન પર લાવવામાં આવતી નથી. ભાજપના કારણે લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ રહ્યો નથી. ભાજપ કર્ણાટકમાં લોકશાહની હત્યા કરી રહી છે. જેનો જવાબ દેશની જનતા ભાજપને આપશે.

બળવાખોર ધારાસભ્યોને નથી મંત્રી પદનો મોહ

કર્ણાટકના રાજકીય ઘણાસણ વચ્ચે સરકાર બચાવવા જેડીએસ અને કોંગ્રેસે પ્રયાસ શરૂ કર્યા છે. સરકાર બચાવવા માટે બળવાખોર ધારાસભ્યોને મંત્રી પદની પણ ઓફર કરવામાં આવી રહી છે. જોકે, આ ઓફરને બળવાખોર ધારાસભ્યોએ ફગાવી છે. ખુરશી બચાવવા અમેરિકાથી પરત આવેલા કુમારસ્વામીએ રવિવારે એક બેઠક બોલાવી હતી. જેમા જેડીએસના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં કર્ણાટકની રાજકીય સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે જણાવ્યુ હતુ કે, સરકાર બચાવવા માટે તેઓ મંત્રી પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છે.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!