GSTV
ANDAR NI VAT

કર્ણાટકના સીએમ બોમ્મઈને મોદી-શાહ ગમે ત્યારે હટાવી શકે છે

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જબરદસ્ત અસંતોષ છે. જનતા અને ભાજપ બંને તેમનાથી અસંતુષ્ટ છે અને ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લેવાઈ શકે છે. તેમના પર તલવાર લટકી રહી હોવાનો તાજેતરમાં વધુ એક પુરાવો મળ્યો હતો. કર્ણાટકના કાનૂન મંત્રી જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ બન્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે, અમે સરકાર ચલાવતા નથી, માત્ર સરકાર સંભાળી રહ્યા છીએ. સાત-આઠ મહિના આમ જ ખેંચવાનું છે.

તેમના આવા નિવેદનથી બસવરાજ બોમ્મઈને નીચે જોવા જેવું થયું છે. બોમ્મઈ સામે સૂંડલા મોઢે ફરિયાદ હોવાથી તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં ગયા હતા. ભાજપ જો બોમ્મઈને ન હટાવે તો આગામી ચૂંટણીમાં તે હારી જાય એવી સ્થિતિ છે.

બોમ્મઈના સમર્થકો એવી માગણી કરી રહ્યા છે કે કાનૂન મંત્રી મધુસ્વામી સરકારની દરેક કામગીરીમાં ભાગ લઈ રહ્યા છે. આથી તેમની પણ જવાબદારી છે. આવું નિવેદન આપતા પહેલા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપ હાઇકમાન્ડ બોમ્મઈને પદ પરથી હટાવે તો કોને સીએમ બનાવશે તે જોવાનું રહે છે.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV