કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરનો મામલો માંડ્યાની સ્કૂલમાંથી સામે આવ્યો છે. શાળાની બહાર હિજાબને લઈને વાલીઓ અને શિક્ષક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હકીકતમાં, અહીંની એક સરકારી સહાયિત શાળાની એક વિદ્યાર્થીનીને શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા તેને હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું.

માંડ્યાની રોટરી સ્કૂલની શિક્ષકે વિદ્યાર્થિનીઓને એન્ટ્રી આપતા પહેલા બુરખો ઉતારવા માટે જણાવ્યું હતુ. કેટલાક વાલીઓએ તેનો વિરોધ કર્યો. કેટલાક લોકોનું કહેવું હતુ કે વિદ્યાર્થિનીઓને બુરખાની સાથે સ્કૂલમાં એન્ટ્રી આપવામાં આવે. બાદમાં તેઓ ક્લાસમાં જઈને ઉતારી નાંખશે. પરંતુ સ્કૂલના સ્ટાફે તેમને અંદર જવા દીધી ન હતી. જેને લઈને સ્ટાફ અને વાલીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

હાઈકોર્ટના આદેશ બાદ શાળાના શિક્ષકોએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ગયા અઠવાડિયે, હાઈકોર્ટે વચગાળાના આદેશમાં કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલી શકે છે, પરંતુ ધર્મ સાથે જોડાયેલા કપડાંને મંજૂરી આપવામાં આવશે નહીં. હિજાબ પહેરવા બાબતે શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. હિજાબ અંગે શિક્ષકનું કહેવું છે કે છોકરીએ સ્કૂલમાં આવતા પહેલા પોતાનો હિજાબ ઉતારવો પડશે.
READ ALSO:
- ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાના સીઈઓ-એમડી તરીકે નિમણૂંક કરી પરદેશી ઓફિસરની : જાણો તેની સફળ કથા
- આ મામલે કોંગ્રેસ અને ભાજપ આવ્યા સાથે, ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત
- Corbevax કોરોના વેક્સિન કેમ ખાસ છે? બાળકો માટે આજે મળી શકે છે આને મંજૂરી, જાણો ખાસ વાતો
- “દેવીના દર્શન કરવાની ઈચ્છા હતી,ત્યારે પંજાબ પ્રશાસને હાથ ઉંચા કર્યા હતા” પીએમ મોદીએ જલંધરમાં રેલીને સંબોધીને કહી આ વાત
- સુરત / ગ્રીષ્માની હત્યા બાદ કપલ બોક્સ બંધ કરવાની ઉઠી માગ, પોલીસ કમિશનરને અપાયુ આવેદનપત્ર