GSTV
Home » News » કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો

કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો

કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો છે.  કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરશે. સ્પીકર રમેશ કુમારની હાજરીમાં ફ્લોટ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલા  વિધાનસભાના સ્પીકર પદે કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારની પસંદગી કરવામાં આવી હતી.

ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે બાદમાં ભાજપે સુરેશ કુમારને હટાવ્યા હતા. જે બાદ બિનહરીફ તરીકે રમેશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. સ્પીકરની નિયુક્તી બાદ મુખ્ય પ્રધાન બનેલા કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા શરૂ થઈ છે.

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ૨૨-૧૨ની ફોર્મુલ નક્કી થઈ છે. જેમાથી ૨૨ મંત્રીઓ કોંગ્રેસ અને ૧૨ મંત્રીઓ જેડીએસના હશે.રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરીને જેડીએસ અને કોંગ્રેસને ૧૧૭ બેઠક પ્રાપ્ત થઈ છે.

વિધાનસભામાં વિશ્વાસ મત બાદ તમામ મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં 224 વિધાનસભા બેઠકમાંથી 222 બેઠક પર મતદાન થયું હતુ. જેમા ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠક મળી હતી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધીત સરકાર બની છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોવા છતા ભાજપનું સરકાર બનાવવાનું સ્વપન અધુરૂ રહ્યું છે.

Related posts

શોએબ અખ્તરનો ધડાકો, કિવીઝને આઉટ કરવાની સાથે સાથે ડરાવી પણ રહ્યા છે ભારતીય બોલર્સ

pratik shah

EDની તપાસમાં થયો મોટો ખુલાસો-PFIનાં ખાતામાં કરોડો રૂપિયા જમા,CAAની સામે હિંસા ભડકાવવા માટે કરાયો હતો ઉપયોગ

Mansi Patel

આ PF પર સરકારે વ્યાજ દરની કરી જાહેરાત, હવે આટલી થશે તમારી બચત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!