GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કર્ણાટકના આ કદાવર નેતાએ કહ્યું, “મમતા બેનર્જીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણ”

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું હતું કે દેશના લોકો વડા પ્રધાન મોદીના વહીવટથી હતાશ થઇ ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ભરપુર  પ્રશંસા કરી કહ્યું હતું કે મમતા બેનર્જીમાં દેશનું નેતૃત્વ કરવાના તમામ ગુણ અને ક્ષમતા છે. તેઓ એક સારા વહીવટકર્તા છે. જનતા દળ-સેક્યુલરના નેતાએ જો કે કહ્યું હતું કે હાલમાં નેતૃત્વ એ કંઇ મોટો મુદ્દો નથી અને વિરોધ પક્ષોનું સમગ્ર ધ્યાન આગામી ચૂંટણી કેવી રીતે જીતવી તેની ઉપર કેન્દ્રીત  છે.

કુમારસ્વામીએ કહ્યું હતું કે ‘મારા મતે ચૂંટણીઓ જીતવા માટે નેતૃત્વ એ કંઇ મોટો મુદ્દો નથી. દેશના લોકો મોદી વહીવટી તંત્રથી ખૂબ જ નિરાશ થયા છે. અન્ય રાજ્યોના પોતાના મુદ્દાઓ છે. ચૂંટણી પહેલાં કોઇ એક નેતાને પસંદ કરવું જરૃરી નથી’. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના વિકાસ માટે  મોટો માર્ગ ચીધીં શકે એવા અનેક અસરકારક નેતાઓ છે. જ્યાં અગાઉની સરકારો નિષ્ફળ ગઇ હતી ત્યાં સફળતા મેળવવા તેઓ આગળ કામ કરી શકે છે.

તૃણમુલ કોંગ્રેસ દ્વારા આયોજીત મહારેલીના એક ભાગ બનેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે દેશને ચલાવવા માટે મમતા બેનર્જીમાં તમામ ક્ષમતાઓ છે.’ તેઓ અત્યંત સાદું જીવન જીવે છે અને સારા વહીવટકર્તા છે. હું માનું છું કે તેમનામાં દેશનું નેતૃત્વ કરવાના તમામ ગુણ છે. અનેક વર્ષો સુધી પશ્ચિમ બંગાળનું નેતૃત્વ કરીને તેમણે સાબીત પણ કર્યું છે’એમ તેમણે કહ્યું હતું.

‘અનેક રાજ્યોની પોતાની સમસ્યાઓ છે. દરેક પાસે ક્ષેત્રિય નેતાઓ છે જેઓ રાષ્ટ્રીય પક્ષના નેતા જેટલા જ મજબૂત છે.આ ક્ષેત્રિય પક્ષો જ આગામી ચૂંટણીમાં મહત્તવની ભૂમિકા ભજવશે.આ મહાગઠબંધન જ રાષ્ટ્રીય પક્ષનું વિકલ્પ બનશે’એમ  તેમણે કહ્યું હતું.

Related posts

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!