કર્ણાટકમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયુ છે. મંત્રીમંડળ વિસ્તરણમાં સૌથી પહેલા ઉમેશ કટ્ટી, અરવિંદ લિંબાવલી અને મુરૂગેશ નિરાનીએ કર્ણાટકના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં સાત નવા સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. નવા કેબિનેટ મંત્રીઓના શપથગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા.

આજે જે સાતેય સભ્યોએ શપથ લીધા તેમાં એમટીબી નાગરાજ, ઉમેશ કટ્ટી, અરવિંદ લિમ્બાવલી, મુરૂગેશ નિરાની, આર શંકર, સીપી યોગેશ્વર, અંગારા એસને પણ યેદિયુરપ્પા કેબિનેટમાં શામેલ કરવામા આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટક કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 27 મંત્રીઓ છે. મંત્રીમંડળમાં 7 સભ્યોની જગ્યા ખાલી હતી. જે લોકો મંત્રી બન્યા છે, તેમાં એમટીબી નાગરાજ, ઉમેશ કટ્ટી, અરવિંદ લિમ્બાવલી, મુરૂગેશ નિરાની, આર શંકર, સીપી યોગેશ્વર, અંગારા એસને પણ યેદિયુરપ્પા કેબિનેટમાં શામેલ કરવામા આવ્યા છે.આ ઉપરાંત અન્ય કેટલાય લોકોને પણ હજૂ મંત્રીઓ બનાવાના છે.
ભારતીય જનતા પાર્ટીમાં બબાલ થઈ
કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરને લઈને ભારતીય જનતા પાર્ટીમાં મોટી બબાલ મચી ગઈ છે. બીજેપીના કેટલાક ધારાસભ્યોએ ખુલ્લીને બગાવત પર આવી ગયા છે. પાર્ટીના ધારાસભ્ય બનસગૌડા યતનાલે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આરોપ લગાવ્યો છે. નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપામાં અંદરોઅંદર બગાવતના સૂર ચાલ્યા છે. યેદિયુરપ્પા પર ખોટું દબાણ આપવાના પણ આરોપો લગાવી તેમણે રાજકારણમાંથી નિવૃત્ત થવાની સલાહ પણ અપાઈ છે.

યેદિયુરપ્પાએ રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ
પાર્ટીના ધારાસભ્ય બનસગૌડા યતનાલે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. તેઓ જાહેરમાં આવા આક્ષેપો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યેદિયુરપ્પાએ રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ. જે પણ બ્લેકમેલ કરે અથવા પૈસા આપે છે તેને મંત્રી બનાવી દેવામાં આવે છે. એના માટે કોટા છે. બસનગૌડા યતનાલે કહ્યું કે એક સીડી કોટા છે અને એક સીડી પ્લસ કોટા છે.
કાલાકપ્પા બંદીએ પણ કેબિનેટ વિસ્તરણ પર નારાજગી વ્યક્ત કરી
બસનગૌડા યતનાલે મુખ્યમંત્રી પર તીખા વાર કરતાં અટક્યા નહીં અને વધુ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને સીડીકાંડ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે. ત્યાં બીજેપીના વધુ એક ધારાસભ્યે કાલાકપ્પા બંદીએ પણ કેબિનેટ વિસ્તરણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર સિપાહી છું. હું મંત્રીમંડલના વિસ્તરથી ખુશ નથી. આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.
બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાનને મંત્રીઓનું લિસ્ટ સોંપ્યું હતું
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લાંબા સમયથ ીમંત્રી મંડળનું વિસ્તરણ કરવા માગતા હતા આજે 7 નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાનને મંત્રીઓનું લિસ્ટ સોંપ્યું હતું. હાઈકમાને કેટલાય દિવસની માથાફોડ પછી મંત્રીઓના નામ પર મહોર લગાવી. જો કે હવે મંત્રીઓના નામને લઈને બબાલ મચી ગઈ છે. કર્ણાટક બીજેપીના કેટલાય નેતાઓ નવા મંત્રીઓના નામથી નારાજ થયા છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….