GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

કર્ણાટકમાં કેસરિયો લહેરાયો : 15માંથી 12 સીટો પર જીત, કોંગ્રેસનાં સરકાર ઉથલાવાના સપનાં અધૂરાં રહ્યાં

કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભાવી આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં 15માંથી 12 સીટો પર ભાજપ વિજેતા બની છે. કોંગ્રેસને માત્ર 2 સીટો મળી છે. જેડીએસ તો પોતાનું ખાતુ પણ ખોલી શકી નથી. હવે બીજેપી પાસે 117 સીટો થઈ ગઈ છે. યેદીયુરપ્પાએ તો ઉત્સાહમાં એમ પણ કહી દીધું છે. 12માંથી 11ને કેબિનેટ મંત્રીનું પદ આપીશ.

મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કર્ણાટકના લોકોએ સાબિત કરી દીધું છે કે, હવે કોંગ્રેસ અને જેડીએસ તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરે શકશે. હવે કર્ણાટકની પ્રજાએ જોડ-તોડની નહીં પણ એક સ્થિર અને મજબૂત સરકાર બનાવી છે. પંદર બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે સત્તામાં રહેવા માટે ભાજપને 6 સીટોની જરૂર હતી. યેદીયુરપ્પા સરકાર 3 વર્ષ માટે ખતરો ટળી ગયો છે. આમ ઘણા સમયથી કર્ણાટકમાં સરકાર બદલવાનાં સપનાં જોતી કોંગ્રેસને આ પરિણામો મોટો ઝટકો આપી શકે છે.

પાંચમી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 67.91 ટકા મતદાન થયું હતું. હવે ભાજપની સ્થિર સરકાર બની ગઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બાદ કોંગ્રેસને કર્ણાટકમાં પણ સત્તા બદલવાના અભરખા જાગ્યા હતા. જોકે, આજના પરિણામો ભાજપ માટે રાહતના સમાચાર છે.

કોંગ્રેસ અને જદ-એસના 17 બળવાખોરોને ગેરલાયક ઠેરવાતા પેટા-ચૂંટણી યોજવાની જરૂરીયાત ઊભી થઇ હતી. તેમના બળવાના કારણે જુલાઇમાં એચ.ડી. દેવેગૌડા સરકારનું પતન થયું હતું અને ભાજપની સરકાર બની હતી.પંદર પૈકી બાર બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ત્રણ જ.દ.એસ પાસે હતી. 67.91 ટકા મતદાન વાળી પેટા ચૂંટણીનું પરિણામ ભાજપની સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે. જેમાં તેઓએ 12 સીટો જીતી છે.

225ની સભ્ય સંખ્યા ધરાવતી વિધાનસભામાં 18 સભ્યોને ગૃહની બહાર કઢાતા સભ્ય સંખ્યા 208 થઇ જતાં બહુમતી માટે 105 ધારાસભ્યોની જરૂર હતી, પરંતુ 29 જુલાઇના રોજ યેદ્દીયુરપ્પા એ વિશ્વાસનો મત જીતી લીધો હતો. જો કે તેમ છતાં વિધાનસભામાં બે બેઠકો ખાલી રહેશે જ્યાં કાનુની પ્રક્રિયાના કારણે ચૂંટણી યોજાઇ શકાઇ ન હતી. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને તેમને એક અપક્ષ ધારાસભ્યોનો પણ ટેકો હોવાથી ચિંતાની જરૂર નથી.

કોંગ્રેસના 66 અને જનતા દળ-સેક્યુલરના 34, એક બસપા અને એક નોમિનેટેડ સભ્ય છે. સ્થાનિક ટીવી ચેનલો અને એજન્સીઓએ ભાજપને 15 માંથી નવ કે બાર બેઠકો મળવાની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી ઠરી છે. મુખ્ય પ્રધાના યેદ્દીયુરપ્પાએ કહ્યું હતું કે તેમની સરકાર ટકી રહેશે.’ અમે સરકારમાં પાંચ વર્ષ પુરા કરીશું. લોકોની પણ એ જ અપેક્ષા છે’ એમ તેમણે કહ્યું હતું.

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!