GSTV
India News Trending

અર્થશાસ્ત્રના પેપરમાં વિદ્યાર્થીએ લખ્યું PUBG કેવી રીતે રમાય ? સાહેબે ફેલ કરી દીધો

PUBGનો ક્રેઝ ચરમસીમાએ છે. ત્યારે કર્ણાટકના એક ફસ્ટ યેરના વિદ્યાર્થીએ પ્રી-યુનિવર્સિટીની પરીક્ષામાં અર્થશાશ્ત્રના પેપરમાં PUBG કેવી રીતે રમાય તે લખીને આવી ગયો. હવે આ છોકરો ફેલ થઈ ગયો છે. જ્યારે દસમાની પરીક્ષામાં આ જ વિદ્યાર્થી ડિસ્ટીક્શન માર્ક સાથે પાસ થયો હતો.

કર્ણાટક રાજ્યના ગડગની એક પ્રાઈવેટ કોલેજમાં અભ્યાસ કરનારો વિદ્યાર્થી દસમાંની પરિક્ષામાં 73 ટકા માર્કસ લઈ આવ્યો હતો. એ પછી તેને મોબાઈલ મળ્યો. પછી PUBG રમવાની તેને લત્ત લાગી ગઈ. પરિવારના લોકોને લાગી રહ્યું હતું કે શરત પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યો છે. પ્રી-યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન પણ તે PUBG રમતો રહ્યો. 2 ફેબ્રુઆરીએ તેનું અર્થશાશ્ત્રનું પેપર આવ્યું. એ વખતે તેણે પ્રશ્ન પેપરમાં PUBG કેવી રીતે રમાય લખી નાખ્યું.

pubg ban in india

શરતે PUBGને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઊનલોડ કરીને કેવી રીતે બ્લાંઈડ સ્પોટથી બચવા અને કેવી રીતે બ્લાંઈડ સ્પોટથી બેટર અટેક કરવામાં આવે તે બતાવ્યું. તેના જવાબને જોઈને ટીચરો પણ હેરાન થઈ ગયા. જો કે વિદ્યાર્થીના આ જવાબથી શિક્ષકો જરા પણ ઈમ્પ્રેસ ન થયા અને વિદ્યાર્થીને ફેલ કરી નાખ્યો.

આ ઘટના સામે આવ્યા બાદ શરતના પરિવારજનોએ તેની કાઉન્સલેસિંગ શરૂ કરાવી. કાઉન્સલેસરે કહ્યું કે, ઘણી વખત વિદ્યાર્થીઓને પરીક્ષાના કોઈ જવાબની ખબર નથી હોતી ત્યારે તે ફિલ્મના ડાઈલોગ, પટકથા અથવા તો ગીતો લખી નાખે છે. શરતની ઘટનામાં પણ આવું જ થયું છે. તે જે વસ્તુ સાથે વધારે સંકળાયો હતો તેણે તે જ વસ્તુને પેપરમાં લખી નાખી.

PUBG ગેમની દિવાનગીની આ માત્ર એક જ ઘટના નથી. આ પહેલા પણ PUBG રમતા મહારાષ્ટ્રના બે બાળકો ટ્રેનની નીચે આવી જતા મોતને ભેટ્યા હતા. ગુજરાતના પણ ઘણા વિસ્તારો અને ખાસ શૈક્ષણિક સંકુલોમાં PUBG ગેમ પર બેન કરી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીએ 48 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, મુખ્યમંત્રી માણિક સાહા આ બેઠક પરથી લડશે ચૂંટણીઃ જાણી લો આખું લીસ્ટ

HARSHAD PATEL

ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે

Hina Vaja

ઉદયનિધિ સ્ટાલિનની નજીક આવતા DMK કાર્યકરોને ધક્કા મારીને ધકેલવામાં આવ્યા

Siddhi Sheth
GSTV