Last Updated on March 4, 2021 by Bansari
કર્ણાટકના એક મંત્રીએ પોતાના સેક્સ ટેપ વિવાદ બાદ રાજીનામુ આપવુ પડયું છે. જોકે તે પહેલા આ મંત્રીએ જે દાવા કર્યા તેનાથી હવે કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા પર પણ વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ મંત્રીએ દાવો કર્યો હતો કે યેદીયુરપ્પાએ ખુબ ભ્રષ્ટાચાર કર્યો છે. આ સમગ્ર દાવા મંત્રીએ એક મહિલા સાથેની સેક્સ સીડીમાં કર્યા છે. આ વાતચીત ખુબ વાઇરલ પણ થઇ રહી છે.

ભાજપના મંત્રીએ મહિલાને કહ્યું ‘કોંગ્રેસના સિદ્ધારામૈયા સારા નેતા, પ્રહલાદ જોશી મુખ્ય મંત્રી બનશે’
મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટકના જલસંસાધન મંત્રી રમેશ જારકીહોલી મહિલા સાથે વાતચીત કરતા આ ટેપમાં ઝડપાઇ ગયા હતા, જેમાં મંત્રી દાવો કરી રહ્યા છે કે યેદીયુરપ્પાએ બહુ ભ્રષ્ટાચાર કર્યો છે. વળી મહિલાને આ મંત્રી કહી રહ્યા છે કે પૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયા ઘણા જ સારા નેતા હતા. એક સમયે કોંગ્રેસમાં નેતા રહેલા જારકીહોલી એમ પણ કહી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી મુખ્ય મંત્રી બનશે.
આ વીડિયો ટેપની કેટલીક વાતચીત વાઇરલ થઇ રહી છે જે મૂજબ આ મહિલા મંત્રીને પૂછે છે કે બેલગામમાં મરાઠી અને કન્નડ બહુ લડી રહ્યા છે, શું આ વાત સાચી છે? જવાબમાં મંત્રી કહે છે કે મરાઠી સારા લોકો છે. ….. કન્નડને કોઇ જ કામ નથી હોતું. સિદ્ધારામૈયા સારા નેતા છે. યેદીયુરપ્પાએ બહુ જ ભ્રષ્ટાચાર કર્યો છે. મહિલા પૂછે છે કે તમે તમે હંમેશા દિલ્હી જતા હોવ છો, શું તમે મુખ્ય મંત્રી બનશો? બાદમાં ભાજપ સરકારના આ મંત્રી કહે છે કે પ્રહલાદ જોશી મુખ્ય મંત્રી બનશે.

સેક્સ ટેપ બાદ મંત્રી સામે પોલીસ ફરિયાદ, મહિલાનું શોષણ કરવાનો આરોપ
આ ટેપ સામે આવ્યા બાદ કોંગ્રેસે હવે ભાજપના મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને ઘેરી લીધા છે. કોંગ્રેસના નેતા ડીકે શીવકુમારે કહ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવો જોઇએ. આ કોઇ માત્ર સેક્સ સ્કેન્ડલ નથી, મંત્રી વીડિયોમાં કહે છે કે મુખ્યમંત્રી ભ્રષ્ટ છે. સરકારે આનો જવાબ આપવો જોઇએ. બીજી તરફ ટેપ સામે આવ્યા બાદ હવે મંત્રીએ રાજીનામુ આપી દેવું પડયું છે. સાથે તેમની વિરુદ્ધ મહિલાના શોષણ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે મંત્રી સામે કોઇ કાર્યવાહી હજુસુધી નથી કરવામાં આવી.
Read Also
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
