GSTV
Home » News » કર્ણાટક: સરકારનું સ્વપ્ન રોળાયા બાદ ભાજપે વિધાનસભા સ્પીકર પદ માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા

કર્ણાટક: સરકારનું સ્વપ્ન રોળાયા બાદ ભાજપે વિધાનસભા સ્પીકર પદ માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ ફરી એકવાર આમને-સામને આવશે. સરકારનું બનાવવાનું સ્વપ્ન રોળાયા બાદ ભાજપે વિધાનસભાના સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે સ્પીકર પદ માટે કેઆર રમેશની પસંદગી કરી છે. કેઆર રમેશે પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ઉમેદવારી પત્ર ભર્યું છે.

તો ભાજપે સ્પીકર પદ માટે સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. બેંગાલુરુમાં વિધાનસભાના સ્પીકર પદ માટે 26મી મેના રોજ મતદાન થવાનું છે. મહત્વનું છે કે, રાજ્યમાં 224 વિધાનસભા બેઠકમાંથી 222 બેઠક પર મતદાન થયું હતુ. જેમા ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠક મળી હતી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધીત સરકાર બની છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોવા છતા ભાજપનું સરકાર બનાવવાનું સ્વપન અધુરૂ રહ્યું છે.

 

Related posts

નવરાત્રી બાદ હવે દિવાળીમાં વિલન બનશે વરસાદ, આ બે તારીખે ભારે વરસાદની આગાહી

Arohi

બંધ તૂટવાના કારણે સોનાની ખાણમાં કામ કરતાં 15 મજૂરોના મોત

Mayur

ભારતમાં જે બ્રેડ 35 રૂપિયાની વેચાય છે તે આર્થિક સમસ્યાના કારણે આ દેશમાં 1065 રૂપિયાની થઈ ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!