મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ વાહનોને લઈને ભારે ચાલાનને લઈને કર્ણાટકનાં ઉપમુખ્યમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ગોવિંદ એમ કરજોલે કહ્યુ, વધારે સારા રસ્તાને કારણે દુર્ઘટનાઓમાં વધારો થાય છે. જેને કારણે રસ્તાઓના સમારકામ ઉપર ધ્યાન ઓછું આપવામાં આવે છે.

ડેપ્યુટી સીએમે કહ્યુકે, ખરાબ રસ્તાઓ દુર્ઘટનાનું કારણ બનતા નથી પરંતુ સારા અને સુરક્ષિત રસ્તાઓને કારણે દુર્ઘટનાને કારણે થાય છે. ઉલ્લેખનીય છેકે, હંમેશા દેશમાં ખરાબ રસ્તાઓના મામલા ઉઠતા રહે છે. દેશમાં હજી પણ રસ્તાની પરિસ્થિતી સારી નથી, આખા દેશમાં રસ્તાની સ્થિતી સુધારવા માટે રસ્તા પરિવહન મંત્રાલય અને રાજમાર્ગ મંત્રાલય તરફથી પહેલા કરવામાં આવી રહી છે.

ડેપ્યુટી સીએમે કહ્યુકે, સારા રસ્તા પર લોકો કલાકદીઠ 120-160 કિમીની ગતિથી ચાલે છે. જેને કારણે દુર્ઘટનાઓ થતી રહે છે. જ્યારે જ્યાં રસ્તાઓ ખરાબ છે ત્યાં લોકો ધીમી સ્પીડથી સાવધાનીથી ચાલે છે. જેને કારણે આ વિસ્તારોમાં દુર્ઘટનાઓ ઓછી થાય છે. તેના સિવાય તેમણે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને કહ્યુકે, તેઓ વધારે દંડની રાશિનું સમર્થન કરતાં નથી. એક સપ્ટેમ્બરથી નવી મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ દેશભરના ઘણા રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએકે, નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી ચાલાનની રાશિ પહેલાંની તુલનામાં બહુ વધારે છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તો નવા ટ્રાફિક નિયમોનો જનવિરોધી ગણાવ્યો છે. સાથે જ તેમણે એવું પણ કહ્યુ છેકે, તેઓ આ નિર્ણયને પશ્વિમ બંગાળમાં લાગૂ નહી થવા દે.
READ ALSO
- ‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં
- વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું
- શિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે
- અમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો
- અમરેલી : લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ઈસમોએ ગળુ પકડી લાકડી ઘુસાડી