GSTV
India ટોપ સ્ટોરી

કર્ણાટક : ફ્લોર ટેસ્ટમાં રાજકીય ઉથલ-પાથલના નાટકનો પટાક્ષેપ થતાં પહેલા મામલો રોમાંચક

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટમાં રાજકીય ઉથલ-પાથલના નાટકનો પટાક્ષેપ થતાં પહેલા મામલો બેહદ રોમાંચક બની ગયો છે. 104 ધારાસભ્યો ધરાવતા ભાજપના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાને શપથવિધિ બાદ હવે પંદર દિવસની અંદર બહુમતી સાબિત કરવાની છે.

બહુમતી સાબિત કરવા માટે ભાજપને 112 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. તેવામાં ભાજપની પહોંચથી પોતાના ધારાસભ્ને દૂર રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેના કારણે જ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને આખરે હૈદરાબાદ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગુરુવારે મોડી રાત્રે તેમને અહીં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.

આ પહેલા ધારાસભ્યોના બેંગાલુરુથી બહાર લઈ જવાના મામલે જેડીએસના નેતા એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે પાર્ટી દ્વરા સાવધાની રખાઈ રહી છે. ધારાસભ્યોનું ખરીદ-વેચાણ રોકવા માટે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને એકસાથે લઈજવાઈ રહ્યા છે.

તમામ ધારાસભ્યોને બસ દ્વારા લઈ જવાયા છે અને તેમને એક જ સ્થાને ઉતારો આપવામાં આવશે. એક વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હૈદરાબાદ હાઈવે પર બસ પણ બદલવામાં આવી છે. અલગ-અલગ અહેવાલોમાં દાવા કરાયા હતા કે કોંગ્રેસ રાત્રે જ પોતાના ધારાસભ્યોને કર્ણાટકની બહાર કોચ્ચિ અથવા પુડ્ડુચેરી લઈ જઈ શકે છે.

ગુરુવારે કર્ણાટકના નવનિર્વાચિત મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કહ્યુ છે કે તેમને અને તેમની પાર્ટીને વિશ્વાસ છે કે વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે પંદર દિવસની જરૂર પડવાની નથી.

Related posts

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે

Hardik Hingu

એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ

Zainul Ansari
GSTV