GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાયુ, 12મીઅે મતદાન, 15મીએ મતગણતરી

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 224 બેઠક ધરાવતી વિધાનસભા માટે 12મી મેના રોજ મતદાન યોજાશે. ત્યારે 15મી મેના રોજ મતગણના કરવામાં આવશે. એક તબક્કામાં ચૂંટણી યોજાશે. એક ઉમેદવાર 28 લાખથી વધુનો ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ નહીં કરી શકે. કર્ણાટકમાં 4.96 કરોડ મતદારો છે. જેમાથી 96 ટકા મતદારોને મતદાન પત્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં 56 હજાર પોલિગ સ્ટેશન બનાવવામાં આવશે. ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે. જે બાદ 25 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રકન ચકાસણી કરવામાં આવશે. 27 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ઉમેદવારી પત્રક પરત ખેચી શકશે.

કર્ણાટકમાં 72 ટકા મતદારો મતદાન કરશે. આજથી કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતાને લાગૂ કરી દેવામાં આવી છે. આ સાથે રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પિકર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. રાજ્યામાં ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. સિદ્ધારમૌયાની આગેવાનીમાં કોંગ્રેસે કર્ણાટકમાં મજબૂત પકડ બનાવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપતા માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. તો ભાજપે લિંગાયત સમુદાયમાંથી આવતી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન યેદીરપ્પાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર  કર્યા છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપે સત્તા મેળવવા માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે તે પહેલા કર્ણાટકમાં ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવિયાએ ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી ત્યારે આ મામલે અમિત માલવિયા વિવાદમાં આવ્યા છે. ચૂંટણી પંચે અમિત માલવિયાએ કરેલા ટ્વિટ અંગે તપાસના આદેશ આપ્યા છે. અમિત માલવિયાએ  ટ્વિટ કરી ચૂંટણીની તારીખ જાહેર હતી. એક ટ્વિટમાં અમિત માલવિયાએ કહ્યુ કે, કર્ણાટકમાં 12મી મેના રોજ મતદાન અને 18મી મેના રોજ મતગણના કરવામા આવશે. ત્યારે પોતાનું ટ્વિટ વિવાદમાં આવતા અમિત માલવિયાએ પોતાનું વિવાદિત ટ્વિટને હટાવ્યુ છે.

Related posts

નેપાળના રસ્તે પાકિસ્તાન: કાશ્મીર સાથે ગુજરાતના આ શહેરને પણ પોતાનું ગણાવ્યું, નવો નકશો જાહેર કર્યો

Mansi Patel

દિલ્હીની અજાણી કંપની અનિલ અંબાણીનો RCOMનો બિઝનેસ ખરીદશે

Dilip Patel

પાકિસ્તાની લડાકુ વિમાનો એફ 16 અને જેએફ 17 હવે ભારતની રડારમાં આવી ગયા, સૌથી પહેલો શિકાર બનશે આ ફાયટર જેટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!