કર્ણાટક વિધાનસભામાંથી સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવાયેલા 16 પૈકી 13 જણાને ભાજપે પોતાના પક્ષમાં લઇ તેમને પાંચમી ડીસેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા.તમામ પંદર બેઠકો જીતવાનો ઇરાદો ધરાવતી શાસસ પાર્ટી ભાજપે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને માત્ર રાણેબેન્નુરની બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નહતી.

પેટા ચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યાના બીજા જ દિવસે 16 ગેરલાયક ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા હતા. જેમના કારણે કુમાર સ્વામીની જેડીએસ-કોંગ્રેસની સરકાર પડી ગઇ હતી તે ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યો જુલાઇમાં યેદ્દીયુરપ્પા મુખ્ય મંત્રી બન્યા પછી તેમને અનેક મહાનુભવોની હાજરીમાં ભાજપમાં લેવામાં સામેક કરવામાં આવ્યા હતા.

કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર દ્વારા કોંગ્રેસ અને જનતા દળ-એસના 17 સભ્યોને ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પીકરના નિર્ણયને માન્ય રાખ્યો હતો, પરંતુ તેમના જ કારણે ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી લડાવા તેમને મંજૂરી અપાઇ હતી.હાલની વિધાનસભાની મુદ્ત 2023માં પુરી થાય ત્યાં સુધી 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના સ્પીકરના નિર્ણયના એક ભાગને કોર્ટે ફગાવી દીધો હતો.

13 ધારાસભ્યોને તેમના જુના મત વિસ્તારમાંથી જ ઊભા રાખવામાં આવ્યા છે જ્યારે પૂર્વ મ્યુ.કોર્પોરેટર એમ.સર્વન્નનાને શિવાજી નગરમાંથી ટિકિટ અપાઇ હતી અને આ મત વિસ્તારમાંથી ચૂંટાઇને આવતા તેમજ ગેરલાયક ઠેરવાયેલા કોંગ્રેસના ધારાસભ્ય આર.રોશન બેગને ટિકિટ આપી નહતી. સાત વખતના ધારાસભ્ય એવા રોશન બેગને ભાજપમાં લેવામાં આવ્યા ન હતા જ્યારે 16 અન્યોને ભાજપે પક્ષમાં લઇ લીધા હતા અને પેટા ચૂંટણી લડવા ટિકિટ પણ આપી હતી.

ભાજપના સૂત્રો અનુસાર, બેગને લઇને પક્ષના મોવડી મંડળે વાંધો લીધો હતો.તેમની સામે આઇએએમ પોન્ઝી સ્કીમમાં તપાસ ચાલી રહી છે. રસપ્રદ વાત એ હતી કે બુધવારે જ રાજ્યના પૂર્વ મંત્રી એવા રોશન બેગને દાવો કર્યો હતો કે અન્ય ધારાસભ્યોની સાથે જ તેઓ પણ ભાજપમાં જોડાશે. પરંતુ પક્ષે તેમને લીધા ન હતા.વિશ્વાસપાત્ર સૂત્રો અનુસાર, બેગ મુખ્ય મંત્રીને મળ્યા હતા અને પોતાને પક્ષમાં નહીં લીધા હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.હવે તેઓ તેમના સમર્થકો સાથે વિમર્શ કર્યા પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
READ ALSO
- પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો
- બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
- સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન
- HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય