GSTV

ઓ બાપ રે, મહારાષ્ટ્રમાં પીએમસી કૌભાંડ બાદ બીજી બેન્કમાં 500 કરોડનું ઉઠમણું

મહારાષ્ટ્રમાં પીએમસી બેંક કૌભાંડ મામલો હજુ લોકો ભૂલ્યાં નથી ત્યાં ફરી એક બેંક કૌભાંડ સામે આવ્યું છે. આ બેંક છે કર્નાલા સહકારી બેંક, નવી મુંબઈના પનવેલ શહેરમાં આવેલી કર્નાલા સહકારી બેંકમાં 500 કરોડથી વધુ રકમનું કૌભાંડનો કેસ પોલીસે દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ બેંકની અનેક નવા ખાતા ધારકોએ નકલી કાગળના આધારે લોન લઈને સેંકડો કરોડ રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ પનવેલ કર્નાલા સહકારી બેંક કૌભાંડમાં પોલીસે શેતકરી કામગાર પાર્ટી, પૂર્વ ધારાસભ્ય અને બેંકના અધ્યક્ષ વિવેક પાટિલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે જ બેંકના સંચાલક મંડળ સહિત 14 બેંકના સભ્યો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેંકના 63 ખાતાઓની મદદથી નકલી કાગળના આધારે લગભગ 500 કરોડથી વધુની રકમનું બેંક કૌભાંડ કરવામાં આવ્યું છે.

પોલીસે 63 ખાતાધારકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પનવેલમાં થયેલા આ બેંક કૌભાંડને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપે પનવેલમાં આ બેંકની સામે મોરચો કાઢ્યો છે અને માગ કરી છે કે બેંકના સંચાલક વિવેક પાટિલની ધરપકડ કરવામાં આવે. સાથે જ તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે. હાલ તો પોલીસે કર્નાલા સહકારી બેંક કૌભાંડનો કેસ ઈઓડબલ્યુને સોંપ્યો છે.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!