GSTV
Home » News » માલિકના મોતે બિલાડીને બનાવી કરોડપતિ, સંપત્તિનો આંકડો જાણશો તો આંખો પહોળી થઇ જશે

માલિકના મોતે બિલાડીને બનાવી કરોડપતિ, સંપત્તિનો આંકડો જાણશો તો આંખો પહોળી થઇ જશે

જાણીતા ફેશન ડિઝાઇનર કાર્લ લજેરફેલ્ડના નિધન બાદ તેમની બિલાડી ચૌપેટ 1,385 કરોડ રૂપિયાની માલિક બની જશે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટસ અનુસાર કાર્લ લજેરફેલ્ડે પોતાની બિલાડીને ઉત્તરાધિકારી ઘોષિત કરી હતી. તેથી તેમની આ સંપત્તિ ચૌપેટને મળશે.

કાર્લ લજેરફેલ્ડની સંપત્તિ મળ્યાં બાદ ચૌપેટ દુનિયાની સૌથી અમીર બિલાડી બની જશે. હાલ બ્રિટનની બ્લેકી દુનિયાની સૌથી અમીર બિલાડી છે. તેને 1988માં પોતાના માલિકની 65 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી હતી.

ચૌપેટ પોતાની ભવ્ય જીવનશૈલી માટે પણ જાણીતી છે. કાર્લ લજેરફેલ્ડે ખાસ તેની સારસંભાળ માટે મેડ રાખી હતી. ચૌપેટ સોશિયલ મીડિયા પર પણ જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.54 લાખ ફોલોઅર્સ અને ટ્વિટર પર 50 હજારથી વધુ ફોલોઅર છે.

ચૌપેટ પાસે 21.3 કરોડ રૂપિયાની પોતાની સંપત્તિ પણ છે. તેણે આ રકમ પોતાના માલિક સાથે મોડેલિંગ કરીને આ રકમ મેળવી હતી. કાર્લ લજેરફેલ્ડે પોતે જ આ અંગે જાણકારી આપી હતી.

કાર્લ લજેરફેલ્ડે 2015માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને કંઇ થઇ પણ જાય તો ચૌપેટની સારસંભાળ રાખનાર વ્યક્તિને કોઇ પરેશાની નહી થાય.

કાર્લ લજેરફેલ્ડ 1983થી ફ્રાન્સની ફેશન કંપની શનલના ક્રિએટિવ ડાયરેક્ટર હતા. કંપનીએ મંગળવારે તેમના નિધનની જાણકારી આપી હતી. બિમારીના કારણે 85 વર્ષની વયે તેમનું નિધન થયુ.

Read Also

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!