GSTV
Baroda Trending ગુજરાત

કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા

નર્મદા

કરજણ તાલુકાના લીલોડ ગામના નાની નાવડી સાથે નર્મદા નદીમાં માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપત્તા થતાં તેમની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ છે.

નર્મદા

નારેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર પાણી ફરી વળ્યાં : વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ

કરજણ તાલુકાના લીલોડ ગામે રહેતા અંદાજે ૫૦ વર્ષની વયના કનુભાઇ અને દલસુખભાઇ નામના બે માછીમારો વહેલી સવારે નાની નાવડી (ડોલચી) લઈને નર્મદા નદીમાં માછલીઓ પકડવા ગયેલા હોવાનું કહેવાય છે.જેઓ પોતાના ઘરે પરત નહિ આવતાં અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે.

નાની નાવડી સાથે ગયેલા બંને માછીમારો સાંજ સુધી પરત નહીં ફરતાંં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.બનાવને પગલે ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે.મામલતદાર અને તલાટી સહિતના અધિકારીઓ પણ બનાવની તપાસમાં જોડાયા છે.

નર્મદા

બીજીતરફ નદીમાં પાણીની આવક વધતાં નર્મદા નદીનો નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને પગલે સરદાર સરોવરમાં પાણીની આવક માં સતત વધારો થઈ રહ્યો છે.જેના કારણે નર્મદા નદીમાં પાણી છોડાય તેવી શક્યતાઓમાં તંત્ર દ્વારા નદી કિનારા ના ગામોને એલર્ટ કરાયા છે.બંને આધેડનો કલાકો સુધી પત્તો નહિં લાગતાં આખરે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda

લવ મેરેજ કરતા પહેલા પાર્ટનરમાં આ બાબતોની ચકાસણી ખાસ કરી લેજો, નહીં તો સંબંધોમાં તીરાડ પડતા વાર નહીં લાગે

HARSHAD PATEL
GSTV