GSTV

કરજણમાં ભાજપને ભારે પડશે આ 2 નેતાઓના અબોલા, સંકલનની મીટિંગમાં નહોતું સંકલન

ભાજપ

કરજણના બે હરિફ પૂર્વ ધારાસભ્યો વચ્ચે આજની ભાજપની મીટિંગમાં સ્પષ્ટ અંતર જોવા મળ્યું હતું. કરજણના પૂર્વ કોંગી ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સામે શુગર કૌભાંડને લગતા ગંભીર આક્ષેપો કર્યા હતા અને હાર્દિક પટેલની સાથે રહી ભાજપ સરકાર સામે આંદોલન પણ કર્યું હતું. સતિષ નિશાળિયાએ જે તે સમયે આ આક્ષેપોને ફગાવી દઈને તે પુરવાર કરવા પડકાર પણ ફેંક્યો હતો.

સતિષ નિશાળિયા મીટિંગ પુરી થતાં પહેલાં નીકળી ગયા

હવે અક્ષય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં તો જોડાઇ ગયા પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સાથે તેમનો મનમેળ જામતો નથી અને બંને વચ્ચે અબોલા દેખાઇ આવ્યા છે. આજે ભાજપના પ્રદેશ મોવડીઓએ સંકલનની મીટિંગ લીધી ત્યારે અક્ષય પટેલ મીટિંગ ચાલુ થઇ ગયા પછી આવ્યા હતા. જ્યારે, સતિષ નિશાળિયા મીટિંગ પુરી થતાં પહેલાં નીકળી ગયા હતા.

Read Also

Related posts

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

કચ્છમાં SOGએ માછીમારને 7.50 લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો

Mansi Patel

ગુજરાતમાં કોરોનાથી તબીબો અને આરોગ્યકર્મીઓને મોટું જોખમ, દેશમાં બીજા નંબરે છે રાજ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!