રાજકુમાર હિરાનીની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ સંજૂમાં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા તન્ના હવે રણવીર સિંહ સાથે પણ સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. જો કે આ કોઇ ફિલ્મ નહી પરંતુ એક એક એડ શૂટ છે. રણવીર અને કરિશ્મા એક એડમાં સાથે જોવા મળશે.
જેની તસવીર કરિશ્માએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી હતી. જો કે એવું લાગી રહ્યું છે કે તેણે ભૂલથી તસવીર પોસ્ટ કરી દીધી હતી જેને તેણે તરત જ ડિલિટ પણ કરી નાંખી હતી.
જો કે કરિશ્મા તન્નાના ફેનક્લબ દ્વારા તેમની આ તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે’ટૂંક સમયમાં આવી રહ્યું છે કંઇક મજેદાર’
તાજેતરમાં જ રણવીર સિંહે પણ આ કમર્શિયલ એડની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘જલ્દી આવી રહ્યો છું’