જાણીતી ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ગત વર્ષે સુપરહિટ બાયોપિક સંજૂમાં કામ કરીને ખૂબ વાહવાહી મેળવી હતી. 21 ડિસેમ્બરના રોજ તેણે પોતાનો 35મો જન્મિવસ ઉજવ્યો હતો. તેવામાં તે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
આ વખતે કરિશ્મા પોતાના બોલ્ડ અંદાજમાં કરાવેલા ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. કરિશ્માએ આ ફોટોશૂટ બાથટબમાં કરાવ્યું છે જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.
કરિશ્માએ આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી છે. તે બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ તસવીરોને શેર કરતાં એક્ટ્રેસે લખ્યું કે, કેપ્શન માટે કંઇ સમજાતુ નથી, પ્લીઝ મારી મદદ કરો.
હાલ કરિશ્મા ટીવી શૉ ‘કયામત કી રાત’માં જોવા મળી રહી છે. આ એક સુપરનેચરલ શૉ છે. કરિશ્મા પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. કોઇપણ અવોર્ડ ફંક્શનમાં તેનો હૉટ લુક ચર્ચામાં રહે છે.
કરિશ્મા ટીવીની દુનિયામાં ઘણાં લાંબા સમયથી છે. કરિશ્માએ ટીવી ક્વીન એકતા કપૂર સાથે જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે બાદ કરિશ્મા સફળતાના શિખરો સર કરતી ગઇ છે. તે અવારનવાર પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Read Also
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી
- રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો
- કિડની રોગ: શરીરમાં આ લક્ષણો કિડની રોગના સંકેતો છે, આ રીતે બચાવો