સંજય દત્તની અપકમિંગ બાયોપિક ફિલ્મ સંજૂને લઇને તેના પ્રશંસકો ઘણાં ઉત્સાહી છે અને ફિલ્મ વિશે વધુમાં વધુ જાણવા માંગે છે. ફિલ્મમાં રણબીર સિવાય ફિલ્મમાં કામ કરી રહેલા અભિનેતાના લુકને લઇને પ્રશંસકો ઘણા ઉત્સાહી છે અને એટલે જ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો રોલ નિભાવી રહેલી ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ જેવીરીતે પોતાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની સાથે-સાથે ટ્રેન્ડ પણ થવા લાગી.
કરિશ્માનો માધુરી લુક કેવો છે?
કરિશ્માએ જે ફોટો શેર કરી છે તે એક ક્લોઝઅપ ફોટો છે, જેમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ પણ દેખાઈ રહ્યાં છે. ત્રણેય લોકોએ કાળા ચશ્મા લગાવ્યા છે. કરિશ્મા મરુન અને ક્રીમ રંગના પોષાક ધારણ કર્યા છે. સાથે તેમણે જ્વેલરી પણ પહેરી છે. એવું લાગે છે કે ફિલ્મમાં આ દ્રશ્ય લગ્ન અથવા ફંકશનનું હશે.
બંનેની જોડી સુંદર લાગી રહીં છે
જોકે, આ તસ્વીર જોઈને વધારે અંદાજ લગાવવો ખોટો પુરવાર થશે. પરંતુ આ તસ્વીરમાં કરિશ્મા અને રણબીર સાથે ઘણા સુંદર લાગી રહ્યાં છે. ફોટોને શેર કરી કરિશ્માએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, ‘હેપ્પી ફેન્સ ઈન વન ફ્રેમ.’
ટ્રેલરમાં કરિશ્મા દેખાતી નથી
એક ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ જણાવ્યું કે, ફિલ્મમાં તેમનો અભિનય ઘણો મહત્વપૂર્ણ છે અને ફિલ્મમાં તેને એક સરપ્રાઈઝ એલીમેન્ટની જેમ રાખવામાં આવ્યો છે. આમ પણ કરિશ્માના પહેલા લુકને જોઈ કહી શકાય કે ખરેખર તેમનો અભિનય ઘણો રસપ્રદ હશે.