અભિનેત્રી કરિશ્મા તન્નાનું ટીવી ઉદ્યોગમાં મોટું નામ છે. એટલું જ નહીં, તેણે બોલિવૂડમાં પણ પોતાની હાજરી નોંધાવી છે. 21 ડિસેમ્બર 2019 ના રોજ કરિશ્માએ તેનો 36 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા.

કરિશ્માએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. તે અલગ-અલગ પોઝમાં ફોટા પડાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન, કરિશ્મા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ લઈ રહી છે.

કરિશ્માએ ફોટા સાથેની કેપ્શનમાં લખ્યું- હેપ્પી બર્થડે ટૂ મી. કરિશ્મા તેના જન્મદિવસ પ્રસંગે માલદિવ્સ ફરવા ગઈ છે અને ત્યાં પોતાની જાત સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

જન્મ દિવસનાં અવસરે કરિશ્માને તેનાં પ્રશંસકો પાસેથી ઘણી બધી બેસ્ટ વિશિસ મળી હતી. બોલ્ડ અંદાજમાં કરિશ્માનું બર્થ ડે સેલિબ્રેશન તેનાં ચાહકોને પણ ખૂબ પસંદ પડ્યુ હતુ.

આની પહેલાં કરિશ્માએ પ્રિ-ક્રિસમસ સેલિબ્રેશનનાં ફોટોઝ શેર કર્યા હતા. જેમાં તે ક્રિસમસ ગિફ્ટની સાથે પોઝ આપતી દેખાઈ હતી.


વર્કફ્રંટની વાત કરીએ તો, એકટ્રેસ વર્ષ 2018માં સંજય દત્તની બાયોપિક સંજૂમાં દેખાઈ હતી. ટીવી સીરિયલ્સની વાત કરીએ તો, તે પોપ્યુલર સિરીયલ નાગિન 3નો હિસ્સો રહી ચૂકી છે.
READ ALSO
- કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહ્યો છે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
- Tit For Tat! / બ્રિટેનને ભારતે આપ્યો જેવા સાથે તેવાનો જવાબ!, દિલ્હી ખાતે કરી આ મોટી કાર્યવાહી
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી