GSTV
Gujarat Government Advertisement

કરિશ્મા પ્રકાશે KWANમાંથી આપ્યું રાજીનામુ, હવે તેનો દીપિકા પાદુકોણ સાથે કોઈ સંબંધ નથી

Last Updated on November 5, 2020 by Mansi Patel

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશે ડ્રગ્સના કેસમાં ફસાઈ જતા ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ‘કવાન’માંથી રાજીનામું આપી દીધું છે. એજન્સીના સહ-સ્થાપક અને સીઈઓ વિજય સુબ્રમણ્યમે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે કવાનએ તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે અને તાત્કાલિક અસરથી તેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

વિજયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કરિશ્મા પ્રકાશે 21મી ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું અને તે સ્વીકારવામાં આવ્યું છે. હવે તેને કવાન  અથવા દીપિકા પાદુકોણ સહિતના કોઈ પણ કલાકાર સાથે કોઈ લેવા દેવા નથી. અત્યારે જે તપાસ ચાલી રહી છે તે કરિશ્મા પ્રકાશ સાથે વ્યક્તિગતરૂપે ચાલી રહી છે. અમે મીડિયા હાઉસ અને પત્રકારોને આ મુદ્દે અહેવાલ આપતી આ વાતને ધ્યાનમાં રાખવાની વિનંતી કરીએ છીએ.’

દીપિકા

કરિશ્મા પ્રકાશ ચોથી નવેમ્બરે પૂછપરછ માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ઓફિસે પહોંચી હતી. 27મી ઓક્ટોબરે કરિશ્માના ઘરની તલાશી લેવામાં આવી હતી, જેમાં 1.7 ગ્રામ ચરસ અને સીબીડી ઓઈલની ત્રણ બોટલ મળી આવી હતી. ડ્રગ્સની પ્રાપ્તિ બાદ કરિશ્માને NCB દ્વારા બે વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!