GSTV

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

કરિના કપૂર ખાન બાદ હવે તેની મોટી બહેન અંગે એક સમાચાર સામે આવી રહ્યાં છે કે તે પોતાનું ઘર વેચી રહી છે. કરિશ્મા કપૂરે તો આ એહવાલની પૃષ્ટિ કરી નથી પરંતુ એવું કહેવામા આવી રહ્યું છે કે એક્ટ્રેસ પોતાનું મુંબઈ સ્થિત ઘર વેચી રહી છે અને આ માટે તેણે પોતાના ઘરને ઓનલાઈન રજીસ્ટર પણ કરાવડાવી લીધું છે. કરિશ્માના ઘરની વેચાણ કિંમત પણ ચોંકવાનરી છે, જે એક્ટ્રેસ દ્વારા માંગવામા આવી રહી છે.

10 કરોડ રૂપિયામાં વેચી રહી છે ઘર

એક અહેવાલ અનુસાર, કરિશ્મા કપૂરે પોતાનું ઘર વેચવા માટે 24 ડિસેમ્બર 2020ના રોજ Rose Queen Apartment બિલ્ડિંગના 10મા માળે છે. કરિશ્મા કપૂરે જે વેબસાઈટ પર પોતાના ઘરને વેચાણ માટે રાખ્યું છે તેની કિંમત 10.11 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. કરિશ્મા કપૂર 1611 સ્કે. ફૂટમાં ફેલાયેલા ઘરને 10 કરોડથી વધુની કિંમતે વેચી રહી છે. આ અગાઉ કરિશ્મા કપૂરે વર્ષ 2018માં પોતાનું બાન્દ્રા સ્થિત ઘર 1.39 કરોડ રૂપિયામાં વેચ્યું હતું.

કરિના પણ નવા ઘરમાં થશે શિફ્ટ

કરિશ્માએ આ ઘર 2020માં ખરીદ્યું હતું, પરંતુ હવે એક્ટ્રેસ તેને વેચી રહી છે. કરિશ્મા ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ ટૂંકસમયમાં નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યાં છે. કરીના કપૂર ખાન, પતિ સૈફ અલી ખાન તથા દીકરા સાથે નવા ઘરે શિફ્ટ થશે. તેઓ છેલ્લા 11 વર્ષોથી Fortune Heights સ્થિત ઘરે રહેતા હતા.

આ અંગે ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શની શાહે કહ્યું હતું કે,‘સૈફ અલી ખાન અને કરીના કપૂરનું નવું ઘર જૂના ઘરનું નવું વર્ઝન છે. પોતાના જૂના ઘરમાં તેઓ ઘણા આરામથી રહેતા હતા પરંતુ નવા ઘરમાં તેઓ કંઈક નવું અને મોટું ટ્રાય કરવા માગે છે. બીજા બાળકના આગમનની તૈયારી સાથે કરીના અને તેનો પરિવાર એક એવા ઘરમાં જશે જે જૂના જેવું આરામદાયક તો રહેશે પરંતુ તેમા ઘણી નવી વસ્તુઓ અને સુવિધાઓ પણ રહેશે.’

READ ALSO

Related posts

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

Karan

ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર

Mansi Patel

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!