બોલીવૂડના પ્રખ્યાત પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાક બાદ તેના ભાઈ સહિતના સભ્યોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બધાયનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમા તેની બીજી દીકરી પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું. આ વાતની જાણકારી ખુદ કરીમ મોરાનીએ કરી છે. જોયા અને તેમની બહેન શજાને હાલમાં મુંબઈની નાણાવતી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી છે. બન્ને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.
બધા લોકોને આંચકો લાગ્યો
કરીમની બન્ને દીકરીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા લોકોને આંચકો લાગ્યો છે. કરીમે જણાવ્યું કે શજામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. છતા પણ તે કોરોના પોઝિટિવ નિકળી. તો જોઆમાં લક્ષણો જોવા મળ્યા હતા અને તપાસમાં તે પોઝિટિવ આવી હતી.

ફેમસ પ્રોડ્યૂસર છે કરીમ
જણાવી દઈએ કે કરીમ પોતાના પરિવાર સાથે મૂંબઈના જૂહુ વિસ્તારમાં રહે છે. જ્યાં બીજા ઘણા બોલીવૂડના સ્ટાર રહે છે. આ જૂહુનો પહેલો પોઝિટિવ કેસ માનવામાં આવે છે. જેના કારણે પુરા વિસ્તારમાં તનાવ જોવા મળી રહ્યો છે. તેમના ઘરને પુરી રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે આખી બિલ્ડિંગને સીલ કરી દેવામા આવી છે. મોરાનીએ શાહરૂખખાનની રા વન અને એન્નઈ એક્સપ્રેસ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.
READ ALSO
- 27 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે મોટું ખેડૂત સંમેલન, બાંહેધરી સાથે મળી પોલીસ મંજૂરી
- આયુષ વિભાગનો મહત્વનો નિર્ણય, આયુર્વેદ અને હોમિયોપેથીના કટઓફમાં કર્યો ઘટાડો
- લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ 3 ગંભીર પ્રભાવ, જાણો આ સમસ્યાનો ઉપાય
- શનિદેવને કરો પ્રસન્ન/ શનિવારે સાંજે કોઇને જણાવ્યા વિના જરૂર કરો આ ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર
- અંગદાન મહાદાન: અમદાવાદની મહિલાએ 3 લોકોને આપ્યું જીવનદાન, બ્રેઇનડેડથી થયું હતું મોત